છૂંદાને ફ્રિજમાં રાખવાની જરૂર હોતી નથી
કાચની બરણીમાં ઉપર કપડું બાંધીને દોરી બાંધી રાખીએ તો બરણીમાં ભેજ આવતો નથી.
ખાંડનું પાણી રહી જાય તો છૂંદામાં ઉપર સફેદ જારી બાજી જાય છે તે માટે તડકામાં યોગ્ય રીતે તપવા દેવો. જેથી ચાસણી ઘાટી થાય તો સફેદ જારી બાજસે નહીં.
જો આજ રીતે ગેસ ઉપર છુંદો બનાવવો હોય તો આ જ રીતે કેરીનું છીણ, મીઠું અને ખાંડ ભેળવી ગેસ ઉપર ગરમ થવા દેવું. ચાસણી યોગ્ય માત્રમાં આવી જાય પછી તેમાં બાકીના મસાલા મેળવી દેવા.
તમે રહેતા હો ત્યાં તડકો ના આવતો હોય તો આ રીતે પણ છુંદો બનાવી શકાય છે