Nitya Niyam

જય સદ્દ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી,

સહજાનંદ દયાળુ (૨) બળવંત બહુનામી...જય૦૧

ચરણ સરોજ તમારાં વંદું કર જોડીને (૨)

ચરણે ચિત્ત ધર્યાથી (૨) દુઃખ નાખ્યાં તોડી...જય૦૨

નારાયણ નરભ્રાતા, દરિજકુળ તનુધારી (૨)

પામર પતિત ઉદ્ધાર્યા (૨) અગણિત નરનારી...જય૦૩

નિત્ય-નિત્ય નૌતમ લીલા, કરતાં અવિનાશી (૨)

અડસઠ તીર્થ ચરણે (૨) કરોડ ગયા કાશી...જય૦૪

પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે (૨)

કાળ કર્મથી છૂટી (૨) કુટુંબ સહિત તરશે...જય૦૫

આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કરી (૨)

મુક્તાનંદ કહે મુક્તિ (૨) સુગમ કરી સીધી...જય૦૬