ખાંડનું માપ દહીં નિતારી લીધા પછી જે માવો વધે તેના પર નિર્ભર છે.
દહીંમાંથી ઝડપથી પાણી કાઢવા માટે બાંધકામમાં વપરાતી ઈંટોનો ઉપયોગ કરી શકાય છે.
તે માટે ઈંટોને જમીન પર પાથરી એક સ્પાત લેયર બનાવવું.
તેની પર કાગળ પથરી દેવા અને તેની પર માલમલનું કપડું પાથરી દેવું.
હવે કપડા ઉપર દહીં નાંખી કપડાને વ્યવસ્થિત વળી દેવું અને તેની પર બીજું કપડું પાથરી દેવું.
ત્યારબાદ તેના પર ફરીને કાગળ અને ઈંટોનું લેયર મૂકવું.
આમ કરવાથી લગભગ 1 કલાકમાં દહીંમાંથી બધું જ પાણી છૂટું પડી જશે.