ખાંડનું માપ દહીં નિતારી લીધા પછી જે માવો વધે તેના પર નિર્ભર છે.
દહીંમાંથી ઝડપથી પાણી કાઢવા માટે બાંધકામમાં વપરાતી ઈંટોનો ઉપયોગ કરી શકાય છે.
તે માટે ઈંટોને જમીન પર પાથરી એક સપાટ લેયર બનાવવું.
તેની પર કાગળ પા થરી દેવા અને તેની પર મલમલનું કપડું પાથરી દેવું.
હવે કપડા ઉપર દહીં નાંખી કપડાને વ્યવસ્થિત વળી દેવું અને તેની પર બીજું કપડું પાથરી દેવું.
ત્યારબાદ તેના પર ફરીને કાગળ અને ઈંટોનું લેયર મૂકવું.
આમ કરવાથી લગભગ 1 કલાકમાં દહીંમાંથી બધું જ પાણી છૂટું પડી જશે.