
ધોમધખતી ગરમીમાં કુંડળધામ દ્વારા જરૂરિયાતમંદોને ચંપલ વિતરણનો અનોખો સેવાયજ્ઞ
પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી 15000 ઉપરાંત ચંપલનું વિતરણ કરાયું, હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, જે લોકોને આવી ગરમીમાં ચંપલ ખરીદી શકવાની મુશ્કેલી હોય તેવા લોકોની ચિંતા કુંડળધામના પરમ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ કરી છે જરૂરિયાતમંદ અને આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિના લોકોને શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ગામો ગામ સ્વયંસેવકોને મોકલી ચંપલ વિતરણનો એક અનોખો સેવાયજ્ઞ તાજેતરમાં હાથ ધરવામાં આવ્યો હતો. પૂજ્ય ગુરૂજી શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની ગરીબો પ્રત્યેની લાગણીનો આમાં પડઘો પડ્યો હતો. લગભગ 15000 જોડી ચંપલનું વિતરણ કુંડળધામ દ્વારા ગામોગામ કરવામાં આવ્યું હતું જે લોકો આ સેવાયજ્ઞ દ્વારા લાભાન્વિત થયા તેમણે એક સંતોષની લાગણી વ્યક્ત કરી શ્રીસ્વામિનારાયણ ભગવાન તથા પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી લોકોના કલ્યાણ અને હિતાર્થે શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા હંમેશા અવારનવાર આવા કાર્યો થતા રહે છે.