આજ્ઞા લોપવાથી તો કાંય, નથી ફાયદો થતો જરાય; જ્ઞાન ઉલ્ટાનું જ્યાન બહુ થાય, માટે આજ્ઞા કદિ ન લોપાય.
લોભ જેમાં હોય તે, ભૂલ કરે અપાર; જ્ઞાન તે પર થાય નહીં, રાજી ધર્મકુમાર.
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય; જ્ઞાન એ શત્રુ તો જ મરે, જો હરિકૃપા થાય.
આપણા વતી પ્રાર્થના, હરિને કરે છે કોય; તેથી જ આપણી રક્ષા, જ્ઞાન હરિ કરતા હોય.
હરિભજન કરીને જ કરવું, વ્રતનું જાગરણ જ્ઞાન; બીજુ ત્રીજું કરી ન કરવું, રીઝવવા ભગવાન.
જ્ઞાન હરિવર રીઝે તો, શીખવાડે સહુ કામ; માટે રાજી જ કરવા, આપણે સતત શ્યામ.
રાજીપા જેવી વસ્તુ, બ્રહ્માંડે નથી કાંય; જ્ઞાન એ ડાહ્યો જાણવો, રાજી કરે હરિરાય.
જીવ અને જગદીશમાં, જ્ઞાન ફેર છે અપાર; એક જેવા દેખાય તોય, ફેરનો નથી પાર.
કામી ક્રોધી લોભી કોઈ દિ’, ગમે નહિ ભગવંતને. =====માધવદાસ=====
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન; દુ:ખિયાને કર્યા સુખિયા, એવા પ્રગટ ભગવાન.
ગઢપુર વરતાલ ધામ કેવાં, શરીર વિષે શુભ નેત્રજોડ જેવાં; નજર કરિ જુવો વિરાટ માંહિ, અવર ન એહ સમાન ધામ ક્યાંહી.
સૌને સહુની સમજણ જ, સુખી દુ:ખી કરે જ્ઞાન; સારી સમજણ સુખી કરે, નબળી દે દુ:ખ જ્યાન.
અનીતિ કદિ કરશો નહિ, તેથી આવે દુ:ખ; જ્ઞાન નીતિમાં રહો તો, સદાય પામો સુખ.
ગુરુ કૃપા બિન બાત, હોત નહિં જો જો કછુ; જીય મન મેં બહુ ચાત, મનોરથ અનેક પ્રકારહિ કે.
સબ હિ પર ગુરુ જોય, જબ હિ જાને જીવ યહ; તેહિ પર ક્રિપા હોય, ચિંતામનિ ચિંત હિ જિમિ.
ઈર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહિ પોતાની ભૂલ; અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ...૦૩ ત્રાજુ લઈ બેસે તોળવા, સહુનો કાઢવા સમાર; બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર...૦૪ એવી અભાગણી ઈરષ્યા, જેને ગુરુ સંતની ગણતી નહિ; વિનાશ એવો નહિ વિમુખ સંગથી, જેવો ઈર્ષ્યા કરે છે રહી...૦૫ હરિજનને હાણ હમેશે, ઈર્ષ્યા કરે છે ઉર તણી; નિષ્કુળાનંદ કહે નિત્યપ્રત્યે, ખાટય નથી છે ખોટય ઘણી...૦૮
હરિ કે દાસ તાકે રહે દાસા, હરિ વિન ઓરકી નહીં જેહિ આશા; હરિ માનત અતિ દુલ્લભ તાકુ, પલ રૂક દૂર રહત ન વાકુ.
દાસ કે દાસ હોઈ રહે સદાઈ, મન ક્રમ વચન કરીકે તાઈ; તા ઉપર હરિ રિઝે અપારા, હેત રખે કોઉ વાર ન પારા.
દાદુ સતગુરુ સહજ મેં, કિયા બહુત ઉપકાર; નિરધન ધનવંત કરી લિયા, ગુરુ મિલા દાતાર.
ચાલશે ચાલશે કરીને, બહુ બગાડ્યું છે કામ; જ્ઞાન હવે સજાગ થઈ, ન ચાલવા દેવું નકામ.