Sabandhoni Mahatta Ane Mavjat

Sabandhoni Mahatta Ane Mavjat
શ્રીસ્વા.મંદિર, કારેલીબાગ-વડોદરા તથા કુંડળધામ દ્વારા શ્રીસ્વા. સત્સંગ હોલ, મૂર્તિબાગ-સુરત ખાતે પૂ.ગુરુજીની પ્રેરણાથી તા.30-01-2021ના રોજ ‘સંબંધોની મહત્તા અને માવજત’ વિષય ઉપર ખૂબ સુંદર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારના પ્રવક્તા સુરતના શ્રેષ્ઠી મા.શ્રીકેશુભાઈ ગોટીએ સંબંધો જાળવવા માટે પોતાના અનુભવ સભર સરસ ટીપ્સ આપી હતી. આ પ્રસંગે પૂ.ગુરુજીએ પણ આશીર્વચનનો લાભ આપ્યો હતો તેમજ સેમિનારના પ્રવક્તા તથા શ્રોતાગણને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો લાભ દેશ-વિદેશમાં વસતા હજારો ભક્તોએ વર્ચ્યુઅલ માધ્યમથી લીધો હતો.