હું હરિનો હરિ મમ રક્ષક

હું હરિનો હરિ મમ રક્ષક

એક વખત એક મોટું જહાજ દરિયામાં સફર કરી રહ્યું હતું. અચાનક દરિયામાં ભારે તોફાન આવ્યું ને આખું વહાણ ભાંગી ગયું ને ડૂબી ગયું. તેમાં ફક્ત એક માણસ બચ્યો. તે પાણીમાં તણાતો તણાતો કોઈ એક અજાણ્યા ટાપુ પર પહોંચ્યો.

એક દિવસ કાંઈક ખાવાનું શોધતો શોધતો દૂર ગયો. પાછો આવ્યો ત્યારે જોયું તો એની ઝૂંપડી આગમાં બળી ગઈ હતી. આ જોઈ તે બિલકુલ ભાંગી ગયો ને આકુળ-વ્યાકુળ થઈ ગયો. તે આકાશ સામે જોઈનેે બૂમો પાડવા લાગ્યો, “શા માટે ભગવાન ? તેં મારી સાથે આવું શા માટે કર્યું ?” પછી ખૂબ નિરાશ થઈને સૂઈ ગયો.

પરંતુ શ્રીહરિકૃષ્ણચરિત્રામૃતસાગરમાં આપણા વહાલા મહારાજ કહે છે,


                                                           (હ.કૃ.ચ.સા. ૭૭/૨૪)

વળી, ભગવાને પોતે કહેલ છે કે,


જે એક જ વખત મારે શરણે આવીને રક્ષા માટે પ્રાર્થના કરે છે કે, ‘હે ભગવાન ! હું તમારો છું,’ તેને હું સર્વ ભૂતપ્રાણી થકી નિર્ભય કરી દઉં છું; એવું મારું દૃઢ વ્રત છે.” માટે દુ:ખ, સંકટ, આપત્તિ વગેરેના સમયમાં ભગવાનનું આ વ્રત યાદ કરીએ તો આપણો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ડગે નહીં. અને આપણે સતત એમ ધારતા ને માનતા રહેવું કે,