
એક નાનકડા ગામમાં મહેશભાઈ નામે એક શિક્ષક હતા. નાના એવા કુટુંબમાં એમનાં ધર્મપત્ની અને એક નાની દીકરી હતી. એમને સત્સંગ નહોતો. સમય જતાં પત્નીને ભયંકર બીમારી થઈ. ઘણી દવા કરવા છતાં તે બચી ન શક્યાં. શિક્ષક ઉપર અણધારી આફત આવી પડી. એમની ઉંમર હજી નાની અને દીકરી પણ નાની હતી, એટલે દીકરીના ઉછેર માટે પોતે ફરી લગ્ન કરવા, બીજી પત્ની શોધતા હતા.
એ અરસામાં એ ગામમાં ભગવાન સ્વામિનારાયણના સંતો પધાર્યા. શિક્ષકના હૃદયમાં જબરો આઘાત હતો, તેથી એમના મિત્ર સાથે સત્સંગ કરવા ગયા. સંતોએ કથામાં ‘આ સંસાર નાશવંત છે, પરમાત્મા જ પરમ સત્ય છે, આ જન્મ ભગવાનને પામવા માટે છે.’ આવી અનેક વાતો કરી. આ ઉપરાંત,
આ કીર્તન ઉપર ખૂબ વાતો કરી. કીર્તનના શબ્દે શબ્દે શિક્ષકનાં રૂવાડાં ધ્રૂજવાં માંડયાં. આ પદના શબ્દોની શારડી મહેશભાઈના હૃદયમાં ચાલી. પત્ની મરી ગઈ એનું દુ:ખ તો ક્યાંય ગાયબ થઈ ગયું. મનમાં એમ થયું કે, ‘એ ગઈ તો સાથે કાંઈ નથી લઈ ગઈ. હું મરી જઈશ તો શું સાથે આવશે ? માટે મારે હવે સત્સંગ કરીને ભગવાન પામવા છે. હવે સંસારના ખાડામાં ફરીવાર પડવું નથી. ભજન કરીને છેલ્લો જન્મ કરી લેવો છે,’ એવો પાકો ઠરાવ કર્યો.
કથા પૂરી થતાં પેલા મિત્રને સાથે લઈને સંતો પાસે આવી હાથ જોડયા. સ્વામીએ એમની બધી હકીકત સાંભળી. પછી કહે, ‘સ્વામીજી, મને ભગત બનાવો, કંઠી બાંધો.’ પછી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા અને રોજ પવિત્ર સંતોના મુખથી ભગવાનની કથા-વાર્તા સાંભળવા માંડયા. સંતસમાગમ ને સેવા-ભક્તિ તેમનું જીવન બની ગયાં.
આ તરફ એમની દીકરી ઉંમરલાયક થતાં યોગ્ય વર શોધી પરણાવી. દીકરીને વળાવતી વખતે કહ્યું કે, ‘બેટા ! ભગવાન તને સુખી રાખે. સાસરિયામાં સૌનું સહન કરજે. જો શક્ય હોય તો તારા સાંસારિક જીવનના પ્રસંગો તું તારી મેળે ઉકેલજે. એમાં મારી હાજરીની અપેક્ષા ન રાખીશ. હવે મને ભગવાન ભજવા દેજે. હવે મારા જીવનમાં તારા તરફથી કોઈ વિક્ષેપ ન આવે એવું હું ઇચ્છું છું.’ બાપની વાત દીકરી સારી રીતે સમજતી હતી, તેથી સંમત થઈ. દીકરીને આંખમાં આંસુ સાથે વિદાય આપી.
દીકરી સાસરિયાંમાં સુખી છે. સાસરિયાંમાં લગ્ન-મરણ જેવા કાંઈક ને કાંઈક પ્રસંગો આવે, એટલે સાસરિયાં કહે કે, ‘તમારા બાપાને બોલાવો.’ એ લોકો કાગળ લખે પણ મહેશભાઈ જાય નહીં. દીકરી એના બાપને કાંઈ કહે પણ નહિ ને ગમ ખાઈ જાય. એમ કરતાં દીકરીના સીમંતનો પ્રસંગ આવ્યો. એ લોકોએ કહ્યું કે, ‘માસ્તરે આ પ્રસંગે તો આવવું જોઈએ. સીમંતના પ્રસંગે તારું બધું અમે જ કરવાના છીએ, તો તારા બાપાને બે દી આવવામાં શું જાય છે ?
દીકરીની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. તેને વિદાય વેળાનાં એના બાપનાં આંખમાં આંસુ સાથેનાં વચનો યાદ આવ્યાં; પરંતુ આ બાજુ મહેણાંનો વરસાદ થઈ રહ્યો હતો. પછી દીકરીએ થાકીને બધી પરિસ્થિતિ વર્ણવતો પત્ર બાપને લખ્યો કે, ‘પિતાજી, એક આંટો આવી જાવ તો સારું. મારે તમને કહેવાય તો નહિ, પણ મને અહીં ખૂબ સંભળાવે છે.’ દીકરીનો કાગળ વાંચીને બાપનું હૃદય દ્રવી ગયું અને દીકરીને પત્ર લખ્યો કે, ‘હું આ તારીખે, આ ટ્રેનમાં આવું છું. તારું ગામ સ્ટેશનથી દૂર છે, માટે મને લેવા સ્ટેશને આવજે.’ પિતાનો પત્ર મળતાં એના આનંદનો કોઈ પાર ન રહ્યો.
પછી રજા લઈને મહેશભાઈ રેલ્વે સ્ટેશન પહોંચ્યા. ટ્રેનને આવવામાં થોડીક વાર હતી, તેથી તેઓ આવ્યા ત્યારે જે બાકડા ઉપર બેઠા હતા એ જ બાકડા ઉપર આવીને બેઠા. ત્યાં બાજુમાં એક વ્યક્તિને બેઠેલી જોઈ, એટલે શિક્ષકે એની સાથે વાર્તાલાપ કરતાં પૂછ્યુંં કે, ‘તમારે ક્યાં રહેવું ?’ તો કહે, ‘તમે રહો ત્યાં !’ ‘તમારે ક્યાં જાવું ?’ તો કહે, ‘તમે જાઓ છો ત્યાં !’ ‘એટલે, તમે મારા ગામ આવો છો ? તમે મારા ગામમાં રહો છો ?’ તો કહે, ‘હા !’ ‘તમે કઈ જગ્યાએ રહો છો ?’ શિક્ષક જે શેરીમાં રહેતા હતા એ શેરીનું એમણે નામ લીધું. અતિ આશ્ચર્ય થવાથી શિક્ષક આગળ પૂછવા લાગ્યા કે, ‘આપણે બંને એક શેરીમાં ?’ તો કહે, ‘હા.’ ‘તો હું તમને કેમ ઓળખતો નથી ? તમારું નામ જણાવશો ?
રેલ્વે સ્ટેશન ઉપર ભક્તની અને ભગવાનની આ અદ્ભુત કરુણ કથા કોઈ જાણતું નથી. ભક્તે બહુ માફી માંગી, તેથી ભગવાન રાજી થઈ ભેટી પડયા. પછી ભક્ત કહે, ‘હાલો મહારાજ ! આપણે ગામ.’ પછી ટ્રેનમાં બેસીને પાછા આવ્યા.