સફળતા કરતાં સંતોષ શ્રેષ્ઠ છે

સફળતા કરતાં સંતોષ શ્રેષ્ઠ છે
September 1, 2025

સફળતા કરતાં સંતોષનું, સદા ઊંચું છે સ્થાન;

પેલું કોક નક્કી કરે છે, બીજું પોતે જ જ્ઞાન...૦૧

ખુશી થોડા સમય માટે, સંતોષ દે છે જ્ઞાન;

સંતોષ કાયમ માટે જ, ખુશી દે છે મહાન...૦૨

તમને તમારી જિંદગી, ગમતી નથી નિદાન;

તેવી જિંદગી જીવવા, ઘણા તરસે છે જ્ઞાન...૦૩

દુનિયામાં ઘણાં દુઃખ છે, તેની વચ્ચે હું જ્ઞાન;

ઘણો બધો સુખી જ છું ને, ઘણો બધો છું મહાન...૦૪