
આપણે જેના માટે આ બધું કરીએ છીએ તે મોક્ષ એટલે શું ? મોક્ષ કોને કહેવાય ? વહાલા ભક્તો ! મોક્ષ તો સત્ય ચીજ છે, અસત્ય નથી. અસત્ય તો માયા અને માયાના કાર્યમાંથી થયેલા આકારો છે. બાકી તો આત્મા સત્ય છે, ધામ સત્ય છે, મહારાજ સત્ય છે. એ સત્યની જેને અનુભૂતિ થાય છે તે પરમાત્માને પામે છે. ..પ્ર.ના ૨૪માં શ્રીહરિ એમ કહે છે કે, “જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. એક આકાર સિવાય એને બીજી કોઈ આકૃતિ દેખાતી જ નથી. કલ્પના કરો, ચારેય દિશામાં તેજ તેજ જ છે, એમાં એક મૂર્તિ છે. બીજો કોઈ આકાર છે જ નહીં. અને જ્યારે બીજો આકાર દેખાતો જ નથી તો પછી કરવાનું શું હોય ? આ સ્થિતિમાં ‘આ મેં કર્યું, આ મેં કર્યું.’ એમ બતાવી બતાવીને અહંકાર પોષવાની ફૅક્ટરી ઠામુકી બંધ થઈ જાય. આ ખરેખર મોક્ષ અથવા તો કલ્યાણ કહેવાય. શું આપણને આવું કલ્યાણ પસંદ છે ?
હું આત્યંતિક કલ્યાણ જે ભગવાનનું અક્ષરધામ અને તે ધામમાં મહારાજની મૂર્તિમાં જોડાયેલા અનાદિમુક્તની સ્થિતિની વાત કરું છું, પરંતુ શ્રીજીમહારાજે જે આત્યંતિક કલ્યાણની વાતો કરી છે એમાં તો આગળ કહ્યું તેમ એક મૂર્તિ સિવાય કાંઈ અનુભવ જ નથી. એ વાત આપણને કેટલી ઘડી ગમે ? એક મૂર્તિ જ દેખાય અને બીજું કાંઈ દેખાય જ નહિ, તો ગાંડા થઈ જઈએ. કેમ જે, આપણે ક્યાં એકલી મૂર્તિ જ જોઈએ છે ? જ્યારે જે ધામના મુક્તો છે એ તો યુગોથી એમનામ મૂર્તિ સામું જોઈ રહ્યા છે. એને મૂર્તિ સિવાય કાંઈ દેખાતું જ નથી, એને બીજું કાંઈ જોવુંય નથી અને કોઈ સંકલ્પ પણ નથી, એટલે જ તો ફક્ત મૂર્તિમાં નિમગ્ન રહ્યા છે. એમનેય જો માયા જોવાનો, કે બ્રહ્મને જોવાનો, કે સૃષ્ટિ ચલાવવાનો સંકલ્પ થાય તો તરત દેખાય. અને જેવું એ દેખાય એટલે તરત મૂર્તિ દેખાતી બંધ થઈ જાય.
चित्त की वृत्ति एक है, ठीक लगे वहाँ लगाओ;
या तो हरि की भक्ति करो, या तो विषय कमाओ.
કાં તો એક હરિની અનુભૂતિ કરો કાં બીજું અનુભવો, પણ બન્ને એક સાથે શક્ય નથી. કરોડો બ્રહ્માંડો, કરોડો ધામો, કરોડો વિભૂતિઓ, કરોડો પ્રકારની વિવિધ પ્રાપ્તિઓ છે; ભગવાનના સ્વરૂપનાં ભજન-ચિંતન, ઉપાસનાથી તમે જે ચ્છો એ બધું જ મળે છે. જો એ માંહિલું કાંઈ ન જોઈતું હોય તો મૂર્તિ મળે. એવા એક મૂર્તિના જ ચાહક અનંત મુક્તો થયા છે અને એ બધા મુક્તો ભગવાનના દિવ્ય સ્વરૂપ સાથે અતિ આનંદથી જોડાયેલા છે. તેથી જ ભગવાનને પોતાને જેવું સુખ છે તેવું એ મુક્તોને સુખ આવે છે. એવી મુક્તિ, એ ભગવાનનું ધામ, એ ભગવાનના સ્વરૂપને પામવાની તીવ્ર ચ્છા આપણને હોવી જોઈએ.
વહાલા ભક્તો ! આપણે જાત છેતરામણ બહુ કરીએ છીએ, તેથી જ એક સમુદ્ર જેટલું પોતાની સગી માતાનું દૂધ ધાવી ગયા તોય હજી જન્મ-મરણમાં રખડીએ છીએ. હવે એ ધંધો બંધ કરવો જોઈએ. માટે સત્યપ્રિય બનો, ખોટું એ ખોટું. ખોટામાંથી કોઈ દિવસ સાચું મળે નહીં. લાકડાના ખોટા લાડવાનું ગાડું ભરીને લાવ્યા હોઈએ એમાંથી એકેયનું પેટ ન ભરાય, રૂપિયાની ખોટી નોટો કરોડ હોય તોય એમાંથી કાંઈ વસ્તુ મળે નહીં; એમ આપણે ખોટી વાતને સાચી માનીને આપણી જાતને છેતરીએ તો કલ્યાણ મળે નહીં. સત્યનો સત્યપણે સ્વીકાર નથી થતો અને અસત્યનો અસત્યપણે સ્વીકાર નથી થતો એ જ અજ્ઞાનતા છે.
જીવ, માયા અને પરમેશ્વર એ ત્રણમાં ભગવાન કેવા છે ? તો ધામમાં છે એવા ને એવા આત્મામાં પણ છે, એવા ને એવા માયામાં પણ છે, માટે ભગવાન બધે જ છે. કોઈ એવી વસ્તુ કે વ્યક્તિ નથી કે જ્યાં ભગવાન ન હોય. ‘જડ-ચેતન બધામાં ભગવાન એકસરખા જ રહ્યા છે અને જડ-ચેતન બધું જ ભગવાનમાં છે’ આ વાત આપણે જાણીએ છીએ પણ સ્વીકારતા નથી, તેથી આપણે ભક્ત હોવા છતાં એટલા નાસ્તિક જેવા ગણાઈએ.
દેહથી આત્મા અલગ છે. આ દેહમાં જે જીવ છે એ સાવ જુદો છે. આ આકાર પણ આત્મા નથી અને આ નામ પણ એ નથી. મારું-તમારું બધાનું પણ એમ જ છે. આ નામ અને આ આકાર(દેહ) એ માયારૂપ તત્ત્વમાં આવે છે. આ દેહની અંદર આત્મા રહ્યો છે.
મહારાજે કહ્યું છે કે, એ આત્મા હૃદયાકાશને વિષે રહ્યો છે અને આખા શરીરમાં પોતાની શક્તિથી વ્યાપીને રહ્યો છે. એ આત્માને કાંઈ જોવાની ચ્છા થાય ત્યારે આંખેથી જુએ છે, સાંભળવાની ચ્છા થાય ત્યારે કાનરૂપી દરવાજેથી સાંભળે છે; વગેરે વગેરે ક્રિયાઓ ન્દ્રિયો દ્વારા કરે છે, પણ એને શરીર નથી; માટે એ શરીર વિના કોઈ પણ ક્રિયા કરી શકે નહિ, એટલે ભગવાને એને શરીર આપ્યું છે. એનું સ્વરૂપ જ એવું છે. એ આ દેહની અંદર રહે છે. આ દેહ પણ જુદો છે અને અંદર જે શરીર વગરનો આકાર જે ચિત્સ્વરૂપ છે, એ પોતે છે. પણ, એ આત્માનું નામ નથી. અને એ એનો આકાર પણ નથી, એની કોઈ જાત નથી કે નાત નથી. તે સાધુ નથી અને સંસારી પણ નથી. સ્ત્રી નથી અને પુરુષ પણ નથી. એ તો ચૈતન્યસ્વરૂપ આત્મા છે. ટૂંકમાં સમજીએ તો આ દેહાદિક બધી ઉપાધિઓ માયિક છે. આત્મા તો અતિ શુદ્ધ છે. એ આત્મામાં ભગવાન અખંડ રહ્યા છે. બસ એને જોયા કરો અને માણ્યા કરો. બસ આ જ કરી કરીને કરવાનું છે.