સંપની તાકાત...

સંપની તાકાત...
March 1, 2025

એક પૌરાણિક કથા છે. સમુદ્રના કાંઠે એકવાર ટિટોડીએ ઈંડાં મૂકેલાં. અચાનક સમુદ્રમાંથી એક મોજુ આવ્યું ને તે ઈંડાં પાણીમાં તણાઈ ગયાં. ટિટોડીએ ચિચિયારી કરવા માંડી ને સમુદ્રને કહેવા લાગી કે, ‘મારાં ઈંડાં પાછા આપી દે,’ પરંતુ સમુદ્રએ કાંઈ જવાબ ન આપ્યો. તેથી ટિટોડીએ પોતાની નાતને ભેગી કરી ને બધી વાત કરી. બધાએ ભેગા મળી સમુદ્રને પૂરી દેવાનો નિર્ણય કર્યો ને માંડ્યા સમુદ્રને પૂરવા. કોઈ ચાંચમાં, કોઈ પાંખમાં, તો કોઈ પગમાં કાંકરા-તરણાં લઈ સમુદ્રમાં નાંખવા લાગ્યાં.

ગરુડજી ભગવાનની આજ્ઞા લઈ જ્યાં પક્ષીઓ સમુદ્ર પૂરી રહ્યાં હતાં ત્યાં આવ્યા ને પૂછ્યું, “અરે, આ શું કરો છો ?” પક્ષીઓ કહે, “આ સમુદ્ર ટિટોડીનાં ઈંડાં લઈ ગયો છે તે પાછા આપતો નથી, તેથી અમે તેને પૂરી દેવા માંગીએ છીએ.”

સમુદ્રને બીક લાગી કે નક્કી આ લોકો મને પૂરી દેશે; એટલે તરત તે શરણે થયો ને કહેવા લાગ્યો, “અરે પક્ષીઓ ! તમે શા માટે મને પૂરી રહ્યાં છો ?” પક્ષીઓ કહે, “તું ટિટોડીનાં ઈંડાં લઈ ગયો છે તે પાછાં આપી દે, નહિ તો હમણાં તને પૂરી દઈશુંં.” ત્યારે સમુદ્રને બીક લાગી અને ઈંડાં પાછાં લાવી આપ્યાં.

વહાલા ભક્તો ! બધા પક્ષીઓએ ભેગા મળી હિંમત કરી તો મહાકાય સમુદ્રને પણ શરણે થવું પડ્યું, માટે કોઈ ગમે તેવો બળવાન હોય પણ સંપની તાકાત સામે તેનું કાંઈ ચાલતું નથી.

આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો કામ, ક્રોધ, ઈર્ષ્યા, માન વગેરે મહા બળિયા શત્રુ છે; પણ એટલે જ તો મહારાજે હરિલીલામૃતમાં કહ્યું છે :