સંપ

સંપ

રંગ, રુપ અને ફર્નિચર તે ઘરની બાહ્ય શોભા છે, પરંતુ ઘરની આંતરિક શોભા એટલે કે સંપ, આત્મીયતા, સુહૃદભાવ અને સંસ્કાર. જો તે ન હોય તો તે ઘરની બાહ્ય શોંભા કોઈ કામમાં આવતી નથી. આવી આંતરિક શોભાને વધારવાનો સૌથી સારો ઉપાય એટલે... ઘરસભા.

ઘરસભાના પ્રારંભમાં થોડીવાર ધૂન કરવી. ત્યારબાદ સમૂહમાં આ ચોપાઈ ગાન કરી સભાનો પ્રારંભ કરવો.

परस्पर सब हेत न माई, एक एक सेअति मित्राई ।
एक एक को करेबखाना, कलि जोई आश्चर्यमाना ।।

ઘરના વડીલે મહારાજનું પૂજન કરવું. અને આ લેખ વાંચી તે પ્રમાણે વાતો કરવી.

માટીએ સંપ રાખીને ઈંટ બનાવી, ઈંટોએ સંપ રાખીને દિવાલ બનાવી, દિવાલોએ સંપ રાખીને રૂમ બનાવી અને આ રૂમોએ સંપ રાખીને ઘર બનાવ્યું. ઘરની બાહ્ય શોભા જે દેખાય તે પણ તેના પાયામાં માટીનો સંપ છે. ગુજરાતીમાં પણ કહેવત છે કે,સંપ ત્યાં જંપ

આ વિડીયોમાં આપણે જોઈશું કે, સંપ રાખવાથી કેવો ફાયદો થાય છે ? જો આપણે સૌ સંપીને એકમના થઈને રહીશું, એક નિષ્ઠ રહીશું, તો જીવનમાં ગમે તેવા દેશ-કાળ કે મુશ્કેલીઓ આવશે તો પણ સહજમાં પાર કરી શકીશું.

આપણા પૂ.ગુરુજીનું સૂત્ર છે કે,સર્વના ભોગે એક સંપ રાખવો

સદ્‌.શ્રીગુણાતીતાનંદ સ્વામી કહેતા કે,એવા અધર્મસર્ગનો શેને કરીને પ્રવેશ થાય છે ? તો જ્યારે એકબીજાનાં મન નોખાં પડે છે, ત્યારે પ્રવેશ થાય છે. ને એકબીજામાં સંપ હોય તો અધર્મસર્ગ પ્રવેશી શકે નહીં.’ તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે, “એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને કહ્યું જે, ‘બળિયામાં બળિયો હોય તે આ તીરના ભાથાને ભાંગી નાંખો.’ ત્યારે બળિયામાં બળિયો હતો, તેનાથી આ તીરનો ભાથો ભંગાણો નહિ. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે, ‘ભાંગી નાંખ.’ ત્યારે તેણે તરત ભાંગી નાંખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવોને કહ્યું જે, “જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો, તો ગમે તેવો શત્રુ હશે, તોયે તમારો પરાભવ નહિ કરી શકે ને રાજ્ય આબાદ રહેશે.”

શ્રીજી મહારાજે પણ સંપ વિશે ઘણી વાતો કરી છે, તેમાંની એક વાત આ વિડિયો દ્વારા જોઈએ…

અંતમાં આપણા પરિવારમાં દરેક સભ્યોએ આ વર્ષમાં એક-બીજાની માફી માંગી લેવી અને નવા વર્ષમાં સંપ વધે તેવા ઠરાવ કરવા. આપણે બધા સર્વના ભોગે સંપ રાખીને રહીશું અને મહારાજ અને પૂ.ગુરુજીને રાજી કરીશું.