શિક્ષાપત્રી રૂપ પ્રભુનો પ્રતાપ

શિક્ષાપત્રી રૂપ પ્રભુનો પ્રતાપ

એક સરકારી અમલદાર સરકારના હુકમથી રામનવમીના સમૈયા ઉપર બંદોબસ્ત રાખવા સારુ છપૈયામાં નિમાયા હતા. તે પોતાની સાથે દશ સિપાઈ લઈને ત્યાં આવ્યા. નારાયણ સરોવરના કાંઠે મોટા આંબાના વૃક્ષ હેઠે ઉતારો કર્યો. પછી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા આવ્યા. મંદિરે દર્શન કરી, દરેક મૂર્તિ પાસે એક એક રૂપિયો ભેટ મૂક્યો. પછી સભામાં સુખાનંદ સ્વામી હતા ત્યાં આવ્યા, ત્યારે સ્વામીએ એમનું સન્માન કરીને એક ગાલીચા ઉપર બેસાડ્યા. પછી શ્રીજીમહારાજના પ્રગટપણાની વાતો કરતાં કહ્યું, ‘સાહબ ! પ્રગટ શ્રીહરિ કા આશ્રય કરનેવાલે કો જમપુરી કા ફેરા મીટ જાતા હૈ. લખચોરાશી ઔર ગર્ભવાસ કા દુ:ખ ભી મિટ જાતા હૈ. યહ સત્સંગ મેં સ્વામિનારાયણ ભગવાન સબકો બહુત સુખ દેતે હૈ.’

પોલીસ ખાતાના મોટા અધિકારી હોવા છતાંય એમનું અતિ નિર્માનીપણાનું આવું વચન સાંભળ્યું અને એમને પૂર્વના મુમુક્ષુ જાણ્યા એટલે સુખાનંદ સ્વામીએ એમને વર્તમાન ધરાવી કંઠી બાંધી. પછી તે અમલદાર રાજી થઈ ગુરુ સુખાનંદ સ્વામીને પગે લાગ્યા. પછી મંદિરમાં જઈ ઘનશ્યામ મહારાજનાં દર્શન કરી સાધુને રસોઈ નિમિત્તેે દશ રૂપિયા ઠાકોરજીને ભેટ મૂકી. પછી પાછા સ્વામી પાસે આવી પગે લાગીને બોલ્યા જે, ‘હે સ્વામી ! મૈં સ્વામિનારાયણ ભગવાન કા ભક્ત હુઆ, લેકિન મેરે ઘરપે બહુત દુ:ખ હૈ. આપ કહો તો યે દુ:ખ કી બાત કહું.’ સ્વામી કહે, ‘કહો.’

એમની આ વાત સાંભળીને સુખાનંદ સ્વામીએ પોતાની પાસે એક બ્રહ્માનંદ સ્વામીની કરેલી દોહા, ચોપાઈની શિક્ષાપત્રી હતી એ સાહેબને આપીને કહ્યું, ‘યહ શિક્ષાપત્રી કી નિત્ય પૂજા કરકે પાઠ કરના. ઘર કે મંદિરમેં સ્થાપન કરકે શુદ્ધ હોકર રસોઈ બનાકર યહ શિક્ષાપત્રી કે સમીપ ઘી કા દિયા જલાકર થાલ અર્પણ કરના, ઔર બાદમેં તુમ વો પ્રસાદ જીમના. ઔર હરદિન સંધ્યા સમય પર ભી ઉનકે પાસ ઘી કા દિયા કરના ઔર તાલી બજાકર સ્વામિનારાયણ...સ્વામિનારાયણ નામ કા એક ઘડી સ્મરણ કરના. ઈસસે તમામ ભૂત ભાગ જાયેંગે. ક્યોંકિ યહ શિક્ષાપત્રી ખુદ શ્રીજીમહારાજને લીખી હૈ. ઈસમેં સબ ધર્મ લીખે હૈ. ઈસ શિક્ષાપત્રી કે અનુસાર વર્તન કરને સે આપકા સબ દુ:ખ મિટ જાયેગા. ઔર કુટુંબ સહિત આપકા પરમ કલ્યાણ હોગા. આજ સે આપ મેરે શિષ્ય હુએ હો, મેં આપકા ગુરુ હું. ગુરુઆજ્ઞા અનુસાર મૈંને જો કુછ કહા હૈ વો સબ કરોગે તો જરૂર કોઈ ચમત્કાર દેખોગે; ’ આમ સ્વામીએ કહ્યું.

ભગવાનનો હૃદયમાં વાસ થાય પછી પ્રભુની કૃપાથી એ ભક્ત તત્કાળ નિર્વાસનિક થાય છે. નિર્વાસનિક ભક્તને સત્સંગની દિવ્યતા જલ્દી પકડાઈ જાય છે. એટલે એને છતા દેહે અવની ઉપર અક્ષરધામનો અલૌકિક આનંદ અનુભવાય છે. આવા દિવ્ય સમજણવાળા ભક્તોને સમજવા, ઓળખવા થોડું અઘરું છે. એને ઓળખવા માટે આપણી શુદ્ધિ પણ ઘણી જરૂરી છે. આપણે અશુદ્ધ હોઈએ તો શુદ્ધ ભક્તને ન ઓળખી શકીએ. આ શુદ્ધિ ભગવાનના ભજનથી અને સત્સંગથી થાય છે.