માલમી

માલમી

એક શેઠ હતા. એમની પાસે લાખો રૂપિયા હતા. તેને ચાર દીકરા હતા. શેઠ પાસે પૈસા ઘણા, પણ છોકરા એવા પાક્યા કે વેપારમાં ઘણી ખોટ ગઈ અને પૈસા બધા જતા રહ્યા. શેઠના ઘરથી થોડે દૂર એક દેવમંદિર હતું. તે દેરાના શિખરનો પડછાયો આસો સુદ દશમે સવારના દશ વાગ્યે જ્યાં પડતો, તે જગ્યાએ શેઠે પોતાના છોકરાઓને ખબર ન પડે તેમ વીસ હજાર સોનામહોરો દાટી હતી. તેમણે ચોપડે આ વાત મરમમાં લખી રાખી હતી.

પછી તેમણે કોઈ બુદ્ધિશાળીને આ ચોપડો બતાવ્યો. તે બુદ્ધિશાળીએ તેમને કહ્યું, “અલ્યા ! મૂરખ થાઓ મા મૂરખ. આનો અર્થ હું સમજું છું. મારે ઘેર ચાલો અને મારી પાસેથી રૂપિયા લઈ જઈ પહેલાં જેવું શિખર હતું તેવું કરી નાખો. પછી મને આસો સુદ દશમ આવે ત્યારે બોલાવવા આવજો. પછી હું તમને બતાવીશ. હમણાં તમને નહિ બતાવું.” પછી નવું શિખર કર્યું અને તેનો બધો વિધિ કર્યો.