
એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, ‘મારા જન્મદિવસ પર મને મારા પિતાજીએ ગીફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે.’ આ સાંભળી પ્રોફેસરે એક આઇડિયા વિચાર્યો. તેમણે તમામ વિદ્યાર્થીઓને પોતાની આંખો ઉપર પટ્ટી બાંધીને એક લાઇનમાં ઊભા રહેવા કહ્યું. પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું.
વહાલા ભક્તો ! આપણે પણ ઘણી વાર ત્રણ-ત્રણ દિવસ સુધી ગભરાયા છીએ; પરંતુ વહાલા પૂ.ગુરુજી, પૂ.દયાળુ સ્વામી કે સંતોના દિલમાં આપણા માટે નિ:સ્વાર્થ ભાવના અને માતૃપ્રેમ જ હોય છે. અને આપણે જેટલા દુ:ખી થઈએ છીએ તે આપણા જ કોઈ અજ્ઞાનનું ફળ હોય છે.
પછી પેલા વિદ્યાર્થીએ કહ્યું, ‘સર ! એકવાર તમારા ક્લાસમાં એક ઘડિયાળ ચોરાઈ હતી. ત્યારે તમે બધાની આંખો પર પટ્ટી બંધાવીને બધાનાં ખિસ્સાં તપાસ્યાં હતાં. એ જ દિવસે આબરૂ જવાના ડરે મેં નક્કી કરી લીધું હતું કે જો બધાને ખબર પડી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. સર ! તે ઘડિયાળ મારા ખિસ્સામાંથી મળી હતી, પરંતુ તે અંગે તમે કોઈને ન કહ્યું. વળી, તમે મને માફ કરીને મારી આબરૂ સાચવી લીધી.’
વહાલા ભક્તો ! આપણી સાથે રહેનારા કોઈ નાના કે કુસ્વભાવવાળા નથી, પરંતુ તેઓ ખૂબ જ મહાન છે. વચનામૃતના આધારે કહીએ તો ‘દિવ્ય છે, અક્ષરધામના મુક્ત છે.’ વળી, આજે જે શિક્ષાને પાત્ર હોય તે આવતીકાલે સહુનો આદર્શ પણ હોઈ શકે. માટે કોઈમાં ગૌણબુદ્ધિ ન કરવી તે જ આપણી સાચી મહાનતા છે.