
બેટા પ્રયાગ ! આવતીકાલે શનિવાર છે. આપણી ઘરસભામાં એક કાર્યક્રમ કરવો છે. એમાં આપણે કથાના સારા સારા પોઇન્ટની ચર્ચા કર્યા બાદ દરેક સભ્યોએ પોતાને સ્પર્શેલા ૨-૨ પ્રસંગો કહેવાના છે; માટે વિચારી રાખજે, તારે પણ કહેવા પડશે. હા પપ્પા, કાલે તો હું કહીશ જ; પણ જો તમે અત્યારે ફ્રી હો તો હમણાંનો જ એક ફ્રેશ પ્રસંગ તમને સંભળાવવો છે. રસોડામાં સાંભળી રહેલ પ્રયાગની મમ્મીએ બૂમ પાડી, “પ્રયાગ, પાંચ જ મિનિટમાં આવું છું. મારે પણ...” પ્રયાગ વાત શરૂ કરે ન કરે ત્યાં તો દાદા-દાદી પણ પહોંચી ગયાં. ને સૌ કાન માંડીને વાત સાંભળવા લાગ્યાં.
મમ્મી ! ચિઠ્ઠીનું આટલું લખાણ વાંચી રામજીકાકા તો વિચારે ચડી ગયા.” મમ્મીએ કહ્યું, “બેટા પ્રયાગ ! ખરેખર તો રામજીકાકાનો દીકરો કુલદીપ ચાવી ભૂલી ગયો હતો, પણ અર્પિતે કાકાની માફી કેમ માંગી ? હું ભૂલી ગયો એમ કેમ કહ્યું ?” “હા મમ્મી ! એ જ વાત છે તો... પછી તો આ બાબતે રામજીકાકા અર્પિતને પૂછે એ પહેલાં મેં જ એને પૂછી લીધું. એ વખતે અર્પિતે વાત વાળી લેતાં મને ટૂંકમાં કહ્યું, “પ્રયાગ !
મમ્મી, હું મારા મિત્ર અર્પિતને ભૂલકણો જ કહીશ. કેમ જે, એ પણ ભૂલી જવાના સ્વભાવવાળો જ છે; પરંતુ એનામાં ફેર એટલો છે કે તે કોઈએ સોંપેલું કાર્ય નહિ, પણ કાર્યનો યશ લેવાનું ભૂલી જાય છે. ભક્તિને નહિ પણ સામાની ભૂલોને ભૂલી જાય છે. કોઈએ કરેલ ઉપકારોને નહિ પણ અપકારોને ભૂલી જાય છે. સંતો-ભક્તોના સ્નેહને નહિ પણ સ્વભાવને ભૂલી જાય છે. તેની આ ઊંચાઈ સામે મારા પગ લબડી પડે છે, આ વાત અને મારા વર્તનને લાખ ગાઉં છેટું છે; તેમ છતાં આ વાતથી મને ખૂબ અસર આવી છે.
અને હા, આ પ્રસંગ બાદ રામજીકાકાએ મને અર્પિતની બીજી પણ કેટલીક વાતો કરી. તેમણે મને કહ્યું, “બેટા પ્રયાગ ! આ સત્સંગમાં એક બાજુ કેટલાક સિતારાઓ આવા કોઈક પોઇન્ટ ઉપર સવળું લેવાનો અભ્યાસ કરી લેતા હોય છે. ને બીજી બાજુ તેનાથી અજાણ મારા જેવા તેના ઉપર ધાબડિયો વરસાવનારા પણ હોય છે. આ બેમાં પ્રભુ કૃપા કરે કે બીજા નંબરમાં આપણો વારો કદી ન આવે. બેટા, કદી ન આવે. સત્યની જાણ થતાં હવે મને એટલું જ કહેવાનું મન થાય છે કે અર્પિત જેવાં અમૂલ્ય રત્નો પકવનાર આ સત્સંગ દિવ્ય અને અદ્ભુત છે.
વહાલા ભક્તો ! રામજીકાકાને કુલદીપનું લખાણ વાંચ્યા પછી તો બધો ચિતાર આવી ગયો, ચિત્ર ચોખ્ખું થયા પછી તો વાત સમજાઈ ગઈ; પરંતુ પોતાના પાસપોર્ટમાં પરોવાયેલા આ બુજર્ગને પહેલાં ક્યાં ખબર હતી કે અર્પિત અમદાવાદમાં જ્યાં જવાનો છે ત્યાંથી મારા દીકરાનું ઘર કેટલું દૂર થાય છે ? કાકાને પહેલાં ક્યાં ખબર હતી કે ખરેખર કોણ ભૂલકણા ને કોણ ભીડાભક્તિ કરનારા છે ? બસ, એ તો બીજી સાઇડ જોયા-તપાસ્યા વગર સીધી જ એક્શન લેનાર વડીલની પોસ્ટ ઉપર એમ જ ઊભા હતા. કોઈ પ્રસંગે જ્યારે આપણે વડીલ તરીકેનો રોલ ભજવવાનો થાય ત્યારે ચોક્કસ આગળ-પાછળ જોવું-વિચારવું જોઈએ; પરંતુ
પ્રયાગના મુખે અર્પિતનો સવળું લેવાનો આ તાજેતરનો પ્રસંગ સાંભળી અન્ય સભ્યોને પણ એવા જ કેટલાક પ્રસંગો યાદ આવવા લાગ્યા. આખું ફેમિલી ભેગું થઈ પરસ્પર પ્રસંગો કહેવા લાગ્યાં, તે દોઢ કલાક કેમ વીતી ગયો એની કોઈને ખબર ન રહી ! સૌનાં હૃદય ભરાઈ ગયાં. દાદાએ કહ્યું, “ બેટા હવે આપણે શનિવારની રાહ નથી જોવી; કાયમ આવી ઘરસભા ચાલુ જ રાખવી છે. જેટલા હાજર હોય એટલાએ આવા પ્રસંગો પરસ્પર કહી જ દેવાના.” સર્વની સહમતી સાથે ઠરાવ પાસ થઈ ગયો. હવે તો આ કલમ સમગ્ર પરિવારજનોની પ્રગતિ અને પરમ આનંદનું મૂળ બની ગઈ.
વહાલા ભક્તો ! આપણે પણ અરસપરસ આપણા પરિવારજનો તેમજ મિત્રમંડળને આવા પ્રેરક પ્રસંગો કહેતાં-સાંભળતાં રહીશું, તો આપણામાં પણ સદ્ગુણોનો સંચાર થશે. અર્પિત જેવી ઊંચાઈ કેળવવાનો અભ્યાસ કરતા રહીશું, તો આપણે પણ મહારાજ અને મોટાને ગમીએ એવા ગુણિયલ પાત્ર બની જઈશું.