પ્રભુપ્રેમ વધારવો છે ?

પ્રભુપ્રેમ વધારવો છે ?

પ્રભુપ્રેમ એટલે પ્રભુમાં થતી પ્રીતિ અને પ્રભુને આપણા ઉપર થતી પ્રસન્નતા. આપણે ભગવદ્ભક્ત છીએ એટલે આપણને પ્રભુમાં પ્રેમ થાય અને પ્રભુને આપણા પર પ્રસન્નતા થાય એ આપણું પરમ લક્ષ્ય છે.

હે પ્રભુ ! હું આપનો છું, તમે મારા છો. જેમ મા-દીકરો, પિતા-પુત્રી કે પતિ-પત્નીને સહજ જ સ્નેહ થાય છે; તેમ શ્રીહરિ સાથે મનપસંદ કોઈક સંબંધ જોડી દેવાથી સરળતાથી સ્નેહ સાંપડે છે. ગોપીઓ પ્રભુને પતિ માનતી હતી. અર્જુન અને દ્રૌપદી શ્રીકૃષ્ણને સખા માનતાં હતાં. દાદા ખાચર શ્રીહરિને પિતાજી અને માલિક માનતા હતા. પ્રેમાનંદ સ્વામી પ્રભુને પ્રિયતમ માનતા. બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિને સખા સમજતા. આમ, આપણે પણ કોઈ એક સંબંધ જોડી દઈએ તો સહજ સ્નેહ થવા લાગે.

શ્રીહરિને જેમ છે તેમ જાણ્યા વિના તેમાં પૂર્ણ પ્રતીતિ થાતી નથી. અનન્ય નિષ્ઠા બંધાતી નથી. એવી પ્રતીતિ આવ્યા વિના પૂર્ણ પ્રીતિ થઈ શકતી કે ટકી શકતી નથી.

જેમ પ્રજાને એવી પ્રતીતિ આવે કે અમારો રાજા સાર્વભૌમ સમ્રાટ છે અને વળી અમારું સર્વ પ્રકારે રક્ષણ-પોષણ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે, તો તેમાં પૂર્ણ પ્રેમ પ્રગટે છે. વળી તે પ્રેમ કાયમ ટકે છે. આપણા જ દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી કે સેનાપતિ હોય પણ આપણને જો તેનો વિશ્વાસ ન આવતો હોય તો તેમાં પ્રીતિ ન થાય. પરંતુ એ જ વ્યક્તિ એવું કામ કરી બતાવે કે આખી દુનિયા જોતી રહી જાય, તો આપણી છાતી ગજ-ગજ ફૂલે. આપણે તેનું ખૂબ જ ગૌરવ લઈએ. એમ પરબ્રહ્મ પરમાત્માને આપણે જેમ-જેમ યથાર્થ સમજતા જઈએ છીએ તેમ-તેમ તેમાં દિલથી પ્રેમ વધતો જાય છે.

આપણામાં જે કાંઈ સારું છે તે શ્રીહરિની કૃપાથી જ પ્રાપ્ત થયેલું છે; એમ સમજી તેના અભિમાનથી ખાસ બચવું જોઈએ. બીજામાં આપણા જેવી વિશેષતા ભલે ન હોય, પરંતુ આપણામાં ન હોય તેવી તેમાં બીજી ઘણી ખાસિયતો તો હોય. તેનાથી પ્રભાવિત થવું જોઈએ અથવા તેના સદ્ગુણોનો મને ખ્યાલ નથી એમ માનવું જોઈએ.

ઉપરોક્ત પાંચેય ઉપાયો અપનાવવા અને