પાર નથી

પાર નથી
February 1, 2024

જો બધું સવળું લેવાય તો, શાંતિનો કોઈ પાર નથી;
દુ:ખને સવીકારી લેવાય તો, દુ:ખનો જરાય ભાર નથી.

અપમાન જો ખમી લેવાય તો, માનનું માન લગાર નથી;
સંપને સાચવી શકાય તો, કોઈ દુ:ખ દેનાર નથી.

સહુ મળી નિત સભા કરીએ તો, વિખવાદને કોઈ દ્વાર નથી;
વિવેકી ઉત્સાહ રાખીએ તો, જીવનમાં કયાંય હાર નથી.

હરિઆશ્રિતોને માટે તો, ભજન જેવો કોઈ આહાર નથી;
જ્ઞાન સાચું સમજાય તો, સુખાનંદ મૂર્તિ બા‘ર નથી.