
કીર્તન :
ધૂન : સ્મરણ વર્ષ છે તો બધા સભ્યો ભેગાં મળીને નીચેની ધૂન સાથે સ્મરણ કરીશું.
પૂજન : ઘરના સભ્યોમાં જે વડીલ બહેનો હોય તેઓએ મહારાજનું ફૂલ, ચોખા, તુલસીપત્ર કે કંકુથી પૂજન કરવું.
પ્રાર્થના :
करी करीके करना हे इतना,
भगवान में चित्त जोरना तितना;
भगवान जेसी वस्तु नहि कोई,
दृढ करीके समझना सोई.
વચનામૃત સારંગપુરના ત્રીજામાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જેે, “હે મહારાજ ! એક ભક્ત તો નાના પ્રકારની પૂજાસામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસી પૂજા કરે છે, એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે, તો એ બેય શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદ્ગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે અને માનસી પૂજા કરે છે તોય ન્યૂન છે.”
આ વચનામૃત પ્રમાણે તો આપણે જે રીતે પ્રત્યક્ષ પૂજા કરતા હોઈએ તેવી જો માનસી પૂજામાં કરીએ તેવું ફળ આપણને થાય છે. હમણાં પૂ.ગુરુજી સવારની કથામાં આપણને દિવ્ય યાત્રા કરાવે છે; તેમાં જો દિવ્યભાવ સાથે જોડાય જઈએ, તોપણ ઘર બેઠા તીર્થ-યાત્રાનું ફળ મળે.
ચાલો, આપણે આજે ઘરસભામાં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બાંધેલ ૬ ધામ અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જૂનાગઢ અને ગઢપુરની દિવ્ય યાત્રા કરવી છે. આ ધામોમાં પહેલા જ્યારે ગયા હોઈએ ત્યારે જે પ્રસાદીની જગ્યાઓએ દર્શન કર્યાં હોય તે બધાએ વારાફરતી યાદ કરવાં અને ત્યાં મહારાજનો અભિષેક કરવો અને મહારાજ, સંતો સાથે સ્નાન ઉત્સવ કરવો. (ઘરના વડીલે વિવિધ દિવ્ય ભાવના કરાવવી.)
ત્યારબાદ એકબીજાના અનુભવ કહેવા. આપણે રોજ આ રીતે ભાવથી માનસી પૂજા કરીએ તો મહારાજ કેટલા બધા રાજી થાય ? અને આપણને ભગવાનમાં કેટલો પ્રેમ વધે ? તો આપણે ઘરના બધા સભ્યો એકબીજાને યાદી આપશું.
છેલ્લે સ્મરણ વર્ષના થોડાક જ મહિના રહ્યા છે, તો બધા સભ્યો મહારાજ અને પૂ.ગુરુજીને રાજી કરવા માટે થાય તેટલું વધુમાં વધુ સ્મરણ કરીએ, ભજનયાગ ચાલે છે તો આપણે બધાં જે કઈ નિયમ લીધા છે તે બરાબર પળે છે કે નહિ ? તે પૂછીને બધાને સજાગ કરવા ને અંતે પ્રસાદ આપીને ભગવાન સંભારતા સભાને પૂર્ણ કરવી.