જીવન મહોત્સવ કેવી રીતે બને ?

જીવન મહોત્સવ કેવી રીતે બને ?

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન

યોગાનંદ સ્વામીના યોગમાં આવેલા સાવરકુંડલાના એક આલા ખુમાણ હતા. એ ભગવાનના એકાંતિક ભક્તરાજ હતા. જ્યારથી તેમણે યોગાનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કર્યા, ત્યારથી શ્રીહરિની નાની-મોટી તમામ આજ્ઞાને શિરસાટે પાળતા અને અખંડ ભજન કરતા.