જગદીશ્વરનું જજમેન્ટ

જગદીશ્વરનું જજમેન્ટ
July 1, 2025

દરેક માણસો બીજા વ્યક્તિઓ પરત્વેનું અલગ અલગ જજમેન્ટ પોતાની બુદ્ધિનાં બીબાં અનુસાર બનાવતા હોય છે, પણ તે ક્યારેક સાચાં હોય છે અને ક્યારેક ખોટાં પણ હોય છે. આપણા ભારત દેશમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ નીચે ન્યાય પ્રણાલિકા છે. તે જે તે બંધારણ અનુસાર કામ કરે છે. તે પણ કાયદા-કાનૂનને અનુસાર કોઈ પણ વ્યક્તિ માટે પોઝિટિવ કે નેગેટિવ જજમેન્ટ આપતું હોય છે. પુરાવા અને દલીલોના આધાર પર આપણી ન્યાય પ્રણાલિકા પોતાનું જજમેન્ટ આપતી હોય છે.

સુરત શહેરમાં એક વિશાળ મંદિર હતું. ત્યાં અનેક પ્રકારના ભક્તો ભગવાનની પૂજા-અર્ચના અને પ્રાર્થના કરવા માટે આવતા હતા. એક દિવસ એક મોટા ધનિક શેઠ ભગવાનનાં દર્શન કરવા માટે આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન ! મારું સારું કરજો. મારી આવક વિશેષ વધે, મારો ધંધો પણ ખૂબ સારો થાય. આ શેઠનો સ્વભાવ ખૂબ લોભી હતો. તે દાન માટે એક રૂપિયો પણ કાઢતા ન હતા અને કોઈ દિવસ જરૂરિયાતમંદને પણ મદદ કરતા ન હતા; એવો તેમનો સ્વભાવ હતો. આ શેઠ દર્શન કરીને દંડવત-પ્રદક્ષિણા કરીને મંદિરમાંથી ચાલ્યા, ત્યારે તેમના ખિસ્સામાંથી ૫૦૦૦ રૂપિયા મંદિરમાં પડી ગયા.

થોડાક સમય બાદ એક નૌકાદળમાં કામ કરતો યુવાન ત્યાં દર્શન કરવા આવ્યો. હજુ તો તે ભગવાનને દંડવત્-પ્રદક્ષિણા કરતો હતો, ત્યાં જ પેલો શેઠ પોલીસને લઈને મંદિરે આવ્યો અને તેને પોતાના ૫૦૦૦ રૂપિયા ચોરી થયાની શંકા એ યુવાન ઉપર નાખી. તેથી પોલીસે તેને ત્રણ દિવસ માટે જેલમાં પૂરી દીધો. જેલમાં રહ્યો રહ્યો તે ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો કે, “હે ભગવાન ! મેં તમારો શું ગુનો કર્યો હતો કે, તમે મને જેલમાં નખાવ્યો ? મેં એવો તે શું અપરાધ કર્યો છે ?” એમ કહીને ભગવાનને પ્રશ્ન કરવા લાગ્યો. પછી ત્રણ દિવસની અંદર સમાચાર આવ્યા કે, સમુદ્રમાં ખૂબ મોટું તોફાન આવ્યું અને તેમાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાંભળીને યુવાનના આંખમાં ઝળઝળિયાં આવી ગયાં અને તેને ભગવાને આપેલ આ જજમેન્ટનું ખૂબ મહત્ત્વ સમજાયું.

આ વાર્તામાં જે ત્રણ પાત્ર હતાં, તેની સાથે ભગવાને કેવાં જજમેન્ટ સાથે ન્યાય કર્યો; તે આપણે જોઈ શકીએ છીએ. જે ખૂબ મહેનતુ અને સંતોની સેવા કરતો હતો તેને ભગવાને મદદ કરી. જે એક રૂપિયો પણ ગરીબ વ્યક્તિ કે મંદિર માટે ખર્ચતો ન હતો, તેની પાસેથી ભગવાને તે રૂપિયા ગરીબ માટે વપરાવ્યા. અને પેલો યુવાન; જે ખૂબ શ્રદ્ધાળુ-ભક્તિવાળો હતો, તેનો ભગવાને જીવ બચાવ્યો.

ભગવાન પોતાના ભક્તોને પોતાના દીકરાની જેમ માને છે અને પ્રભુનું દરેક જજમેન્ટ એના ભક્ત માટે ખૂબ જ હિતકારી હોય છે. જેમ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કાયદા-કાનૂનના ઉલ્લંઘન ઉપર દંડ અને સજા ફટકારે છે, તેમ જ આપણા ભગવાન જ્યારે આપણે શિક્ષાપત્રીની આજ્ઞા અને મોટાની મરજીનું ઉલ્લંઘન કરીને વર્તીએ છીએ ત્યારે આપણને દુઃખ આપે છે એટલે કે સજા આપે છે.