
ધૂન : સ્મરણ વર્ષ છે માટે બધા સભ્યો ભેગા મળીને ૧૦ મિનિટ ધૂન કરવી
પ્રાર્થના : કરી મહારાજે મોટી મહેર.....
પૂજન : ઘરના બધા સભ્યોમાંથી બહેનોમાં જે વડીલ હોય તેઓએ મહારાજનું ફૂલ, ચોખા કે કંકુથી પૂજન કરવું.
કીર્તન :
જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ જ આજકાલ શોધાતી બધી જ ટેક્નોલોજીની પણ પોઝિટિવ અને નેગેટિવ બે બાજુઓ હોય છે. એમાંય અત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી એટલે મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા.
જેમ આપણે આપણા ઘરના સભ્યોને લાયસન્સ વગર વાહન ચલાવવા આપતા નથી, હેલ્મેટ વગર પણ વાહન ચલાવવા દેતા નથી. વળી, તેમને તેના બધા સરકારી નિયમો પણ શીખવીએ છીએ. કારણ કે આપણે આપણા ઘરના સભ્યોની સલામતી ઈચ્છીએ છીએ. તેમ, શું આપણે આજની ટેક્નોલોજી જેવી કે, મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી ઘરના સભ્યોનું રક્ષણ કરીએ છીએ ? શું આપણા ઘરમાં તે વાપરવા માટેના કોઈ નિયમ છે ? તો ચાલો, આ બે વિડિઓ ક્લીપ જોઈને આપણા ઘરને પણ આવા સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે તેનાથી સલામતીનાં પગલાં લઈએ..
સોશિયલ મીડિયા-મોબાઈલથી થતું નુકસાન
પૂ.ગુરુજીની સોશિયલ મીડિયા માટેની ભલામણ
વહાલા ભક્તો! આપણે બધા વહાલા મહારાજ તથા પૂ.ગુરુજીને રાજી કરવા માટે નક્કી કરીએ કે હવેથી આપણે મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ બંધ કરીશુ. ઘરના વડીલે પોતે અને બીજા દરેક સભ્યોને પોતાના ઘરમા મોબાઈલ વાપરવા માટેના ચોક્કસ નિયમ બનાવી તેનું પાલન કરવા સમજાવશે. અહીં સેમ્પલના થોડા નિયમો આપ્યા છે તે અથવા પોતાની જરૂરિયાત પ્રમાણે નિયમ બનાવી શકાય.
મોબાઈલમાં જેટલી પણ બિનજરૂરી એપ્લિકેશન જેવી કે Facebook, Instagram વગેરે... કે જે આપણે કોઈ કામની જ ન હોય તેને Uninstall કરી દેવી.
અનિવાર્ય સંજોગો સિવાય રાત્રે ૧૦ વાગ્યા પછી મોબાઈલનો ઉપયોગ કરવો નહીં..
ઘરના વડીલે અમુક સમયે બાળકોના મોબાઈલ અવશ્ય ચેક કરતા રહેવા તેમજ તેમના મોબાઈલના પાસવર્ડ જાણી રાખવા.
પોતાના સંતાનોના મોબાઈલમાં Google Family link જેવી એપ્લિકેશન નંખાવીને તેનો કંટ્રોલ ઘરના મોભીએ રાખવો અને ઘરના સભ્યોએ તેમાં આપણી સલામતી સમજીને સપોર્ટ આપવો.