ચાલો ઘરસભા કરીએ - અભિષેક...

ચાલો ઘરસભા કરીએ - અભિષેક...
May 1, 2023

વચનામૃત સારંગપુર-૩માં શ્રીજી મહારાજ બોલ્યા જે, "જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદ્-ગદ્ કંઠ થઈને ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે, તો એ બેય શ્રેષ્ઠ છે." તો આ ઘરસભામાં આપણે રોમાંચિત થઈને અક્ષરાધિપતિ મહારાજ આપણી સભામાં હાજરાહજૂર થઈને કેવળ આપણને જ સુખ દેવા આપણી સભામાં આવ્યા છે, તેમ ધારીને અતિ મહિમાથી ગદ્-ગદ્ થઈને મહારાજનું પૂજન-અભિષેક કરીએ.....

ધૂન :

સ્મરણ વર્ષ છે માટે બધા સભ્યો ભેગા મળીને ૧૦ મિનિટ ધૂન કરવી

પ્રાર્થના :

मम प्रार्थना सुनि के प्रभु मम हृदय में सं तत रहो ।
यह देह गेह रु प्रान धन सब आपके जानहु अहो ।।
दृग मोर तव दर्शन करे श्रृति आप किरति् सुने सदा ।
मम चित सो तव चरन कु चिरकाल ही चितवे मुदा ।।
मम बानि तव गुन कथन करहू हस्त तव सेवा हरी ।
वरदान देवहु एतनो करुनानिधी करुना करी ।।

પૂજન :

પ્રાર્થના કર્યા પછી ઘરના બધા સભ્યોમાંથી જે વડીલ હોય તેઓએ મહારાજનું ફૂલ,
ચોખા કે કંકુથી પૂજન કરવું.

અભિષેકનું કીર્તન :

ક્લીપ જોતાં જોતાં મહારાજની ફરતે દરેક સભ્ય બેસી જશે અને ઘરમાં અનુકૂળતા હોય (જેવી કે દૂધ, દહીં, ખાંડ, જ્યુસ, કેરીનો રસ, સાકર, મધ, શુદ્ધજળ આદિક...) તે સામગ્રીથી બધાએ વારાફરતી અભિષેક કરવો અને બીજા સભ્યોએ મહિમાએ સહિત દર્શન કરીને મૂર્તિ પોતાના જીવમાં ઉતારવી.

પૂ.ગુરુજી ઘણીવાર કહેતા હોય છે કે, પ્રેમે સહિત જો ભગવાનનાં દર્શન કરીશું તો અનંતગણું ફળ થાય છે. આવા દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, આ અભિષેકનો પ્રસાદ લેવાથી મુખનાં પાપ બળી જાય. પ્રસાદિયુક્ત અભિષેકનું જળ અંગો અંગમાં જવાથી દરેક અંગનાં પાપ બળી જાય.

આ ઉપરાંત સ્મરણ વર્ષમાં વધુ ને વધુ સ્મરણ થાય તેવી વાતો કરી, જેમને સારું સ્મરણ થતું હોય તેમને રાજીપો આપવો અને જે મને ઓછું થતું હોય તેમને બળ આપવું. ત્યારબાદ હળવો આનંદ કરીને અભિષેકનો પ્રસાદ લઈને સભાને પૂર્ણ કરવી.