
વ્યક્તિ આદર્શ બને ત્યારે તેનું કુંટુંબ આદર્શ બનતું હોય છે અને આમ કરતા કરતા કુંટુંબો આદર્શ બને ત્યારે તેનાથી બનતો સમાજ આદર્શ બનતો હોય છે. આ આદર્શ કુંટુંબ અને સમાજ બનાવવાની ફેક્ટરી એટલે ઘરસભા.
ઘરસભા એટલે એક અનોખી પહેલ કે જેમાં ઘરના સભ્યો દિલ ખોલીને એકબીજા સાથે વાત કરી શકે અને એકબીજા વિશેની ખોટી માન્યતા
બદલી શકે.
ઘરસભા કરવા બાબતે પૂ.ગુરુજીની ટકોર સાંભળવા નીચેનો વિડીયો જૂઓ...
આ ભજનયાગ ચાલે છે તો ઘરના દરેક સભ્ય નિયમ બરાબર પાળે છે કે નહિ તેનું રીપોર્ટીંગ કરવું અને જેને સજાગતા ન હોય તેમને સજાગ કરવા. તેમજ પૂ.ગુરુજીએ પણ તેમના તરફથી આપણે સહુને ચાતુર્માસ અંતર્ગત વિશેષ નિયમમાં:
આ નિયમોની ઘરના દરેક સભ્યોએ એકબીજાને યાદી અપાવવી.
ત્યારબાદ, સત્સંગ સેવક પેજ નં.૮ પરથી દુર્ભાવના લેખ વાંચવો. ત્યારબાદ, નીચેનો વિડીયો જુઓ.
આ વિડીયોમાં ભગવાન જેમ વ્યક્તિની રક્ષા કરે છે તેમ શ્રીજી મહારાજે પણ આપણી ઘણીવાર રક્ષા કરી હોય છે તો તે ઘરના વડીલે પ્રથમ આ બાબતના અનુભવ કહેવા અને પછી દરેક સભ્યોએ પણ પોતાની ભગવાને જે રક્ષા કરી હોય તે કહેવી અને ભગવાનની કૃપા માનવી.
હવે આપણે કાયમ મહારાજને આપણી સાથે રાખીશું અને ઘરની બહાર નીકળતી વખતે ઘનશ્યામ મહારાજના દર્શન કરી મહારાજને કહીશું, “ચાલો મહારાજ મારી સાથે” એમ કહી મહારાજને સાથે રાખીશું.
અંતમાં “શું કહું કૃપા તમારી...” કીર્તન સાંભળતા પ્રસાદ વહેંચવો અને સભાની પૂર્ણાહુતિ કરવી.