
કીર્તન :
ધૂન : સ્મરણ વર્ષ છે તો બધા સભ્યો ભેગાં મળીને નીચેની ધૂન સાથે સ્મરણ કરીશું.
પૂજન : ઘરના સભ્યોમાં જે નાના સભ્ય હોય તેણે મહારાજનું ફૂલ, ચોખા કે કંકુથી પૂજન કરવું.
પ્રાર્થના :
यह मूर्ति बिन ओर हि जेहा,तिनमें कबु न होवे नेहा।
दिन दिन यह मूर्ति में भावा,अधिक अधिक रहे बढावा।।
ह.च.सा. ४/८/४३
खावत पिवत सुवत तामें, यह मूर्ति अखंड रहे यामें।
उठत बैठत चलत हि जोउ, बोलत जोवत ता महि सोउ।।
ह.च.सा. ४/८/४४
આપણે એ જોવું જોઈએ કે, શું આપણા ઘરમાં જમવાને લઈને થોડી ઘણી અશાંતિ, કંકાસ કે કજિયો થાય છે ? ઘરના સભ્યોમાં કોઈકને ખાવા-પીવાની બાબતને લઈને ક્યારેય કંઈક મન દુઃખ થાય છે ? આપણી જીભને મનગમતું ખાવા ન મળે, તો આપણે ઘરમાં ઝઘડો કરીએ છીએ ?
"દુઃખમાત્રનું મૂળ રસાસ્વાદ છે."
આપણે ઘણી બધી વાર કહેવત સાંભળી જ છે ને કે, ”જેવું અન્ન તેવું મન.” હવે જો આપણું અન્ન જ સારું ન હોય તો આપણું મન કેમ સારું રહે ? અને મન સારું ન હોય તો આપણું ભજન કેમ સારું રહે ?
સદ્.શ્રીગોપાળાનંદ સ્વામી કહેતા કે, અમે સર્વે રીતે તપાસીને જોયું ત્યારે એમ જણાયું જે, “રસે કરીને એટલે રસકસવાળા અતિ આહારે કરીને અથવા સ્વાદે કરીને વિષયનો ઉપભોગ કરવાથી તો પ્રમાદ થયા વિના રહે જ નહીં.”
આવું મોટું નુકસાન રસાસ્વાદને લઈને થાય છે; માટે ઘર અને આપણા જીવનને દિવ્ય બનાવવું હોય, તો આ રસાસ્વાદને ટાળવો જરૂરી છે. તો શું આપણે આ શત્રુને હરાવવો છે ? તો “નિર્ગુણ આહાર” નામના લેખને જરૂર વાંચો.
પ્રથમ તો ઘરમાં જે બહેનો હોય તેમણે રસોઈ બનાવતી વખતે મહારાજને જ અનુસંધાનમાં રાખીને, મહારાજ માટે જ થાળ બનાવું છું; તેવી ભાવના સાથે જ રસોઈ બનાવવી, અને હંમેશાં ભગવાનને થાળ ધરાવીને પછી તેનો પ્રસાદ બધાને આપવો. કેમ કે, થાળ ભગવાન માટે હોય છે ને આપણા માટે તો તે પ્રસાદ કહેવાય. અને પ્રસાદમાં જે મળે તે ભગવાનની કૃપા સમજીને કોળિયે-કોળિયે ભગવાન સંભારીને જ જમવું જોઈએ. ઘરના દરેક સભ્યએ પણ એવી ટેવ પાડવી કે, પોતે જે કાંઈ ખાતા-પીતા હોય, તે પહેલાં અવશ્ય ભગવાનને ધરાવવું.
સાયન્સની દૃષ્ટિએ વૈજ્ઞાનિકોએ પણ રીર્સચ કર્યું છે કે, ભગવાનને ધરાવીને જમવાથી તે ભોજનના વિકારો ટળીને તે દિવ્ય થઈ જાય છે, અને શરીરમાં તે સહેલાઈથી પચી જાય છે.
વળી, આ વિડિયોમાંં પૂ.દયાળુ સ્વામી જે કહે છે તેનું અવશ્ય ધ્યાન રાખવું, તો જ રસાસ્વાદ જીતી શકાશે....તો સાંભળો....
ના દરેક સભ્યએ જમવા અંગે જે સુધારો કરવા નક્કી કર્યું હોય તે જણાવવું. પછી ઘરના દરેક સભ્યોએ ભજનયાગ-૬માં જે નિયમ લીધા હોય તે કરે છે કે નહિ ? તેનું ધ્યાન આપવું. અને સ્મરણ વર્ષમાં વધારે ને વધારે ભજન કરાવવું અને તે અંગે તેમને બળ-હૂંફ અને પ્રેમ આપવાં. છેલ્લે કંઈક પ્રસાદ આપીને સભાની પૂર્ણાહુતિ કરવી.