
બ્રહ્મભાવે સ્મરણ વર્ષ છે તો બધા સભ્યો ભેગા મળીને નીચેની ધૂન સાથે સ્મરણ કરીશું.
પૂજન : ઘરમાં જે સભ્ય નાનામાં નાના હોય તેમણે મહારાજનું ફૂલ, ચોખા, તુલસીપત્ર કે કંકુથી પૂજન કરવું.
પ્રાર્થના :
બ્રહ્મભાવે હરિસ્મરણ કરવું, આત્મામાં હરિરૂપને ધરવું;
પરસ્પર આ યાદ રખાવવું, પળય જ્ઞાન આ ભૂલી ન જવું.
જો આપણે સદાય ઘરમાં સંપ-આત્મીયતા જાળવવી હોય, સત્સંગમાં પણ કાયમ ચડતો ને ચડતો રંગ રાખી સદ્દગુણી બનવું હોય અને અંત:શત્રુ સામે વિજય મેળવવો હોય, તો તેનો એક સરસ ઉપાય શ્રીજીમહારાજે વચનામૃતમાં બતાવ્યો છે અને તે છે પોતાના અવગુણ જોવા અને બીજાના ગુણ જોવા.
ગ.પ્ર.૨૮ :- સત્સંગીમાત્રને મોટા સમજે ને તેનો ગુણ જ લે તો વધે છે અને જો પોતાને જ મોટો માને ને બધાના અવગુણ લે તો તે સત્સંગમાં પાછો પડી જાય છે.
ગ.પ્ર.૫૩ :- સાધુનો ગુણ લે છે તે દિવસે દિવસે વધતો જાય છે અને સંતનો અવગુણ લે છે તે ઘટતો જાય છે.
ગ.પ્ર.૫૮ :- મોટા સંતને વિશે જેવા ગુણ કે દોષ કલ્પે છે તેવો પોતે થઈ જાય છે.
ગ.પ્ર.૬૭ :- એવા સત્પુરુષમાં જે દેવની બુદ્ધિ રાખે ને જેમ કહે તેમ જ કરે તથા તેમના ગુણ ગ્રહણ કરે અને પોતાના દોષનો પસ્તાવો કરે તેવા મુમુક્ષુમાં તે સત્પુરુષના તમામ ગુણો આવે છે. જે એવો ન હોય અને મોટા સંતમાં અવગુણ જોતો હોય તેમાં સત્પુરુષના ગુણ આવતા નથી.
ગ.પ્ર.૭૩ :- એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટાપુરુષને વિશે જે નિર્દાષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે.
સારંગ. ૧૮ :- મોટાપુરુષ હોય તેને વિશે જે જે જાતના દોષ પરઠે, તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટાપુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે, ‘મોટાપુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટાપુરુષ તો નિર્દોષ છે, અને મને દોષ જણાણો તે તો મારી કુમતિએ કરીને જણાણો છે;’ એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે, તો તે પુરુષની મલિનતા મટી જાય છે.
લોયા. ૫ :- સત્સંગમાં જે સર્વમાંથી ગુણ લેતો હોય તેનો જ પાયો પાકો છે.
વિડિઓ : પૂ.ગુરુજી
પૂ.ગુરુજીએ પણ આપણને એક ચોપાઈ કંઠસ્થ કરાવી છે જાણો છો ને....
જ્ઞાન ઝીણામાં ઝીણી, સ્વખામી પર ખૂબી;
ગિરિસમ માનશો તે દી, હરિને જાશો પામી.
આજથી આપણે નક્કી કરીએ કે ઘરમાં અને સત્સંગમાં બધાના ગુણ જ જોઈશું અને ક્યારેય અંદર-અંદર ભેગા થઈને કોઈના અભાવ-અવગુણની વાત નહિ કરીએ.
ત્યારબાદ પૂ.સંતોના અને સભામાં જે હાજર ન હોય તેવા ભક્તોના ગુણ એકબીજાને કહેવા.
સભાને અંતે બધાને સવારની કથા સાંભળવી, તિલ-ચિહ્નનું ધ્યાન કરવું અને બ્રહ્મભાવે સ્મરણ વર્ષમાં સ્મરણ કરવાની યાદી આપી અંતે બધાને પ્રસાદ વહેંચીને હળવો આનંદ કરી છૂટા પડવું.