
જોર ન રાખો પોતાનું, રાખો હરિનું સદાય;
'જ્ઞાન' સ્વજોર નભતું નથી, હરિબળ કદી ન જાય…(૧)
હરિનાં બળ ને ભરોસો, એમ રાખવાં 'જ્ઞાન';
અંતે કરશે સારું મારું , ખાસ મારો ભગવાન…(૨)
મારું બગડવા નહિ જ દે, ક્યારેય 'જ્ઞાન' નાથ;
નથી બગડવા દીધું હજી, સદા રહ્યા છે સાથ...(૩)
આવો ભરોસો રાખવો, નહિ વટ કે અભિમાન;
હરિબળ તો મહાસુખ છે, સમજી રાખો 'જ્ઞાન'…(૪)
નથી કરતા વિશ્વાસુનો, વાલો વિશ્વાસઘાત;
'જ્ઞાન' વિસરી જાશો મા, તમે કદી આ વાત...(૫)
હરિ વિશ્વાસે રહેજો, આનંદમાં જ સદાય;
સંભાળી જ લેશે બધું, 'જ્ઞાન' નાથ સુખદાય...(૬)
આજ સુધી સંભાળ્યું છે, સંભાળશે જ આગળ;
'જ્ઞાન' વિશ્વાસ નાથનો, તજશો નહિ એક પળ...(૭)
- સંવત્ ૨૦૭૦, શ્રાવણ સુદ-દ્વિતીય બીજ
તા.૨૯/૦૭/૨૦૧૪, કુંડળધામ