
જે નથી સમજી શકતા, મોટા પુરુષને જ્ઞાન;
મોટાથી દૂર રહી તે, ભોગવે છે નુકસાન...૦૧
જ્યાંથી જ્ઞાન મળે ત્યાંય, રાખે છે જે માન;
સદા એને થાય જ છે, બહુ જ મોટું નુકસાન...૦૨
જેથી જે શીખવાનું છે, તેનો જ રાખું અભાવ;
જ્ઞાન નુકસાન બહુ જશે, કોરો રહીશ હું સાવ...૦૩
જેમાં જે જે સારું હોય, જ્ઞાન તે ત્યાં શીખાય;
તેમાં નબળું હોય તેને, ન જુઓ તો લાભ થાય...૦૪
મોટા ને મારી વચ્ચે, સ્થિતિનું વેળું બહુ હોય;
જ્ઞાન તેને ન કળી શકું, માત્ર રહું તેને જોય...૦૫
જ્ઞાન મોટા પાસે પણ, આબરૂ બચાવા જાવ;
એમ સુખી થવાય નહીં, ઊલ્ટા હેરાન થાવ...૦૬
શું ઓળખું મહા મોટાને ? દયા કરી ભગવાન !
મોટાને ઓળખાવો, આપી એવું સુજ્ઞાન...૦૭