કાવ્યકૃપા - દુ:ખદાયી માન

કાવ્યકૃપા - દુ:ખદાયી માન

માન  જેવી  બુરી  બલા, જગમાં  નથી  જ  કોય;
      જ્ઞાન   માન  આવે  પછી,  દુ:ખના   દાડા  હોય...૦૧

જ્ઞાન બુદ્ધિ આદિ ધનાદિ, બધી  જ  પ્રાપ્તિ હોય;
      છતાં નિર્માની  દાસ  રહી, જીવે  છે  વિરલા  કોય...૦૨

જ્ઞાન આવડતનું માન તો, જ્યાં ત્યાં જોવા મળે જ;
      સાચો   સત્સંગ   કરો   તો,  નક્કી   માન   ટળે  જ...૦૩

પૈસાનું   અભિમાન    તો,  જ્ઞાન    કોને   ન   હોય;
      પ્રાય:   આ     બ્રહ્માંડમાં,   હોય    નિર્માની    કોય...૦૪

જ્ઞાન  અભિમાની   સાથે,  જીવવું   કઠણ  ગણાય;
       માની  ન   થાય  નિર્માની,  પરથી  સહન  ન  થાય...૦૫