કાવ્યકૃપા - કુસંગથી સાવધાન

કાવ્યકૃપા - કુસંગથી સાવધાન
March 1, 2023

કુસંગ ઓળખી રાખજો, રહેજો તેથી દૂર;

નહિ તો રહેવા નહિ દે,
જ્ઞાન હરિની હજૂર...૦૧

કુસંગ કદી કરવો નહિ,
કુસંગ છે દુઃખરૂપ;

જ્ઞાન કુસંગના યોગથી,
મુક્તો થયા કુરૂપ...૦૨

કુસંગ લુખા કરી નાંખે,
ઉદ્વેગ દે અપાર;

માટે કુસંગથી બચજો,
જ્ઞાન કરી વિચાર...૦૩

કુસંગ સગો થશે નહીં,
મારશે તમને ઠાર;

જ્ઞાનાકાર રહો તેથી,
નિયમ ધરી સારધાર...૦૪

જીવનભર કરી હરિએ,
કુસંગની નિંદા જ;

જ્ઞાન તે શું નથી જાણતા ?
તે છે દુઃખદાતા જ...૦૫

કલ્યાણ નિજનું કરવું છે,
તો રહેવું સાવધાન;

જો ન જોઈતું હોય તો,
મનમુખી રહો જ્ઞાન...૦૬

જેણે જેણે યદા યદા,
કર્યો હતો કુસંગ;

જ્ઞાન હેરાન થયા છે,
આ છે વાત અભંગ...૦૭

હોય આનંદ વરતતો,
સુખનો ન હોય પાર;

જ્ઞાન કુસંગ જો થાય તો,
થૈ જાય તે ત્યાં ઠાર...૦૮

કુસંગ તરત આપે છે,
અંતરે અતિ લુખાશ;

જ્ઞાન એને  છોડી ધો,
એ  છે  મોટી કાશ...૦૯

કુસંગ કોઈને ન મૂકે,
લૂંટી લે છે સાવ;

જ્ઞાન એને છોડીને,
સદા રાખોને માવ...૧૦