
નીતિ સાચી રાખજ્યો, સહુનું ઇચ્છજો હિત;
જ્ઞાન તો ઉપરવાળો કદિ, નહિ થવા દે અહિત...૦૧
કર્મ કરતા પહેલાં જ, વિચાર કરજો આમ;
જ્ઞાન આનું ફળ શું મળશે ? પછી જ કરજો કામ...૦૨
માણસ સુખની શોધમાં, નીતિને ભૂલી જાય;
જ્ઞાન અનીતિ કરી બેસે, પછી દુ:ખી બહુ થાય...૦૩
રચયિતા : પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામ