
અખંડ સ્મરણ કરે તે પર, રાજી થાય બહુ નાથ;
જ્ઞાન સુખ દુ:ખમાં તેનો, ઝાલી રાખે હરિ હાથ...૦૧
અખંડ સ્મરણ કરાય તો, દોષો ભાગી જ જાય;
જ્ઞાન દોષો જાય તો જ, હરિસુખ સતત પમાય...૦૨
જ્ઞાન ભાગ્યશાળીથી જ, અખંડ સ્મરણ થાય;
અખંડ સ્મરણ કરે તે તો, જીવતો મુક્ત ગણાય...૦૩
જ્ઞાન હરિસુખ પામવા, અખંડ સ્મરણ કરાય;
એથી રાજી થઇ વાલો, સુખ આપે છે ધરાય...૦૪
હરિને વાલો બહુ લાગે, હરિનામ જપનાર;
નામ જપે તો થાય છે, જ્ઞાન હરિમાં પ્યાર...૦૫
વીંછી કરડ્યો હોય તો, આખી રાત જગાય;
તેમ ઊંઘ આળસ તજી, જ્ઞાન ભજો હરિરાય...૦૭
ગાફલાય ન જ રાખવી, જપવામાં હરિનામ;
જ્ઞાન નામ જપે તેનાં, હરિ કરે છે કામ...૦૮
જ્ઞાન ખબર નો’તી તેથી, થોડાં જ લીધાં નામ;
મહિમાની ખબર હોત તો, નામ લેત આઠું જામ...૦૯
સ્વામિનારાયણ નારાયણ, જપજો પ્રેમે સહિત;
જ્ઞાન આ લોકે પરલોકે, થાશે તમારું હિત...૧૦
જ્ઞાન જેણે કરવું હોય, નિજનું તરત કલ્યાણ;
તેણે સતત હરિ સમરવા, જાણી સુખની ખાણ...૧૧
સંતો મુક્તો અવતારો, સ્મરણનો મહિમા ગાય;
જ્ઞાન સ્મરણ જે કરે તે, અતિશે સુખી થાય...૧૨
રાજી થઇને મહારાજે, આપ્યું પોતાનું નામ;
સ્વામિનારાયણ જપજો, જ્ઞાન કરીશ તવ કામ...૧૩
રચયિતા : પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામ
સં.૨૦૮૦, અષાઢ સુદ-૧૧ તા.૧૭/૦૭/૨૦૨૪, કુંડળધામ