Annkut aarogo

દોહા

આજ અન્નકૂટ ઉત્સવ છે, ભક્ત આવ્યા અપાર;

શ્રીહરિને જમાડવાનો, સહુને અતિશય પ્યાર..૦૧

પ્રેમી સંતો-ભક્તોએ, વાનગી કરી અપાર;

અન્નકૂટ ભર્યો અતિ મોટો, જુગતે જમો કિરતાર..૦૨

અન્નકૂટ ધર્યો આપને, કરી શોભા બહુ પ્રકાર;

અન્નકૂટ થાળ રચીને, ગાવું કરી અતિ પ્યાર..૦૩

રચનામાં મેં વસ્તુક્રમ, ગોઠવ્યો મુજ રીત;

જમ્યાની રીતે જમજો, જેમ તમને થાય પ્રીત..૦૪

સહુ આઇટમ શુદ્ધપણે, કરી-કરાવી સાર;

ભક્તો લાવ્યા ભાવથી, આરોગો અમ પ્યાર..૦૫

ધર્મવિરુદ્ધ શુદ્ધિ હીણ, અખાદ્ય વસ્તુ અસાર;

બાજારું ખાણી પીણી, નથી લાવ્યા લગાર..૦૬

મિષ્ટાન્ન

વાની અગ્યારસો અગ્યાર, અન્નકૂટ આરોગો;

ધરી અન્નકૂટમાં આ વાર, અન્નકૂટ આરોગો.

છે આ થાળ અમારો પ્યાર, અન્ન
ભાવે જમજો તમે ભરથાર, અન્ન ૦૦૭

ચુરમાદિ વિધવિધ લાડુ, અન્ન
મારે હાથે તમને જમાડું, અન્ન

લાડુ પાકના લાખણસાઈ , અન્ન
લાડુ પનીરના સુખદાઈ, અન્ન ૦૦૮

લાડુ પંચુરીના છે સારા, અન્ન
લાડુ પોંકના જમો પ્યારા, અન્ન

લાડુ મગસ લાડુ મોતૈયા , અન્ન
લાડુ મોતીચુર સુખદૈયા, અન્ન ૦૦૯

લાડુ ચોખાના૧૦ રાગીના૧૧ , અન્ન
મોદક૧૨ ને લાડુ બાજરીના૧૩ , અન્ન

લાડુ શીંગના૧૪ ને દાળિયાના૧૫ , અન્ન
લાડુ સારા બન્યા મમરાના૧૬ , અન્ન ૦૧૦

ચોકલેટબોલ૧૭ લાડુ સાથવાના૧૮ અન્ન
લાડુ મગદાળના૧૯ ને રવાના૨૦ , અન્ન

જાદરિયું૨૧ ટોપરાપાક૨૨ , અન્ન
પેંડા દાળિયાના૨૩ ગુંદરપાક૨૪ , અન્ન ૦૧૧

ગુલાબપાક૨૫ મોહનથાળ૨૬ , અન્ન
બરફીચૂરમું૨૭ છે રસાળ, અન્ન

મગદળ૨૮ ને સાલમપાક૨૯ , અન્ન
જમો મેસૂબ૩૦ મેથીપાક૩૧ , અન્ન ૦૧૨

જમો સાકર કેરી સુખડી૩૨ , અન્ન
સાદી સુખડી૩૩ સોનપાપડી૩૪ , અન્ન

આદુપાક૩૫ ને અમૃતપાક૩૬ , અન્ન
એ આદિક જમજો પાક, અન્ન ૦૧૩

હરીસો૩૭ સેવઈ૩૮ ને ઠોર૩૯ , અન્ન
પેઠા૪૦ બિરંજ૪૧ છે ચિત્તચોર, અન્ન

ઘેબર૪૨ અડદિયો૪૩ ને ઘારી૪૪ , અન્ન
જમો ઘસિયો૪૫ કુલેર૪૬ પ્યારી, અન્ન ૦૧૪

ગગનગાંઠિયા૪૭ ફાડાલાપસી૪૮ , અન્ન
પ્યારા છે ઘૂઘરા૪૯ લાપસી૫૦ , અન્ન

સેવ બિરંજ૫૧ બોમ્બે હલવો૫૨ , અન્ન
વળી બોમ્બે આઇસ હલવો૫૩ , અન્ન ૦૧૫

ઘઉં૫૪ તથા રવાના૫૫ શીરા, અન્ન
વળી મગ૫૬ આદિકના શીરા, અન્ન

સૂતરફેણી૫૭ સાટા૫૮ સારા, અન્ન
હલવાસન૫૯ કંસાર૬૦ પ્યારા, અન્ન ૦૧૬

ખાજા૬૧ બુંદી૬૨ કાલાજામ૬૩ , અન્ન
જમો ગુલાબજાંબુ૬૪ શ્યામ, અન્ન

દૂધપાક૬૫ ને માલપૂડા૬૬ , અન્ન
જલેબી૬૭ રસગુલ્લા૬૮ રૂડા, અન્ન ૦૧૭

ઇમરતી૬૯ ને કમલભોગ૭૦ , અન્ન
ચોકલેટ પેંડા૭૧ કરો ભોગ, અન્ન

બાલુશાહી૭૨ ચોકો ફીરની૭૩ , અન્ન
જમો કેસર-પિસ્તા ફીરની૭૪ , અન્ન ૦૧૮

દૂધપાક બુંદીનો૭૫ જમો, અન્ન
દૂધપૌંઆ૭૬ ને ખીર૭૭ જમો, અન્ન

ચણાદાળની પૂરણપોળી૭૮ , અન્ન
ખજૂરની૭૯ ઘીમાં ઝબોળી, અન્ન ૦૧૯

તુવેરદાળની છે પોળી૮૦ , અન્ન
સંજોરી૮૧ અંજીરાદિ૮૨ પોળી, અન્ન

ચીકી દાળિયાની૮૩ છે પ્યારી, અન્ન
બરફી ચોકલેટની૮૪ છે ન્યારી, અન્ન ૦૨૦

ફરાળી વાનગી

જમો વાનગી આ ફરાળી, અન્ન
અખરોટ બરફી૮૫ વનમાળી, અન્ન

જમો બરફી પાઇનેપલની૮૬ , અન્ન
બરફી કેસર-પિસ્તાદિકની૮૭ , અન્ન ૦૨૧

ગુલાબ બરફી૮૮ બરફી ત્રિરંગી૮૯ , અન્ન
બરફી મેંગો૯૦ છે સુરંગી, અન્ન

ડ્રાયફ્રૂટની બરફી૯૧ અચ્છી, અન્ન
ગુલકંદ બરફી૯૨ પેંડા કચ્છી૯૩ , અન્ન ૦૨૨

પેંડા મલાઈ૯૪ પેંડા કેસરના૯૫ અન્ન
મેંગો પેંડા૯૬ પેંડા ખજૂરના૯૭ , અન્ન

મઠો પાઇનેપલનો૯૮ સારો, અન્ન
મઠો ડ્રાયફ્રૂટનો૯૯ છે ન્યારો, અન્ન ૦૨૩

મઠો કેરીનો૧૦૦ શૈડકી૧૦૧ શ્યામ, અન્ન
મઠો અમેરિકન૧૦૨ સુખધામ, અન્ન

સાદો શિખંડ૧૦૩ ફ્રૂટ શિખંડ૧૦૪ , અન્ન
છે રાજભોગનો શિખંડ૧૦૫ , અન્ન ૦૨૪

બટરસ્કોચનો આ શિખંડ૧૦૬ , અન્ન
ડ્રાયફ્રૂટનો ઠંડો શિખંડ૧૦૭ , અન્ન

જમો અમેરિકન શિખંડ૧૦૮ , અન્ન
પ્યારો ઇલાયચી શિખંડ૧૦૯ , અન્ન ૦૨૫

કેસર શિખંડ૧૧૦ છે આ પ્યારો, અન્ન
દૂધપાક દૂધીનો૧૧૧ ન્યારો, અન્ન

છે શક્કરિયાની બાસુંદી૧૧૨ , અન્ન
વળી અંજીરની બાસુંદી૧૧૩ , અન્ન ૦૨૬

સાદી બાસુંદી૧૧૪ છે સારી, અન્ન
અંગૂરની બાસુંદી૧૧૫ ન્યારી, અન્ન

બાસુંદી પાઇનેપલની૧૧૬ , અન્ન
ઠંડી બાસુંદી ખજૂરની૧૧૭ , અન્ન ૦૨૭

ફ્રૂટસલાડ૧૧૮ લચ્છા રબડી૧૧૯ , અન્ન
જમો બહુ સીતાફળ રબડી૧૨૦ , અન્ન

છે રબડી આ ગાજરની૧૨૧ , અન્ન
સારી રબડી છે અંગૂરની૧૨૨ , અન્ન ૦૨૮

રબડી પાઇનેપલની૧૨૩ સારી, અન્ન
કેરીની રબડી૧૨૪ ન્યારી, અન્ન

અંજીરબહાર૧૨૫ રસમલાઈ૧૨૬ , અન્ન
જમો સંદેશ૧૨૭ હે હરિરાય, અન્ન ૦૨૯

જમો થાબડી૧૨૮ બની છે સારી, અન્ન
પાઇનાક્રૂઝ૧૨૯ ચમચમ૧૩૦ ન્યારી, અન્ન

જમો કેરીરસ૧૩૧ મુજ ધામ, અન્ન
કરો રાજી સહુને શ્યામ, અન્ન ૦૩૦

કાજુરોલ૧૩૨ પિસ્તારોલ૧૩૩ , અન્ન
કાજુ-અંજીરના છે રોલ૧૩૪ , અન્ન

કાજુપાન૧૩૫ કાજુકતરી૧૩૬ , અન્ન
જમો બદામકતરી૧૩૭ હરિ, અન્ન ૦૩૧

મેસૂબ કાજુનો૧૩૮ છે સારો, અન્ન
છે બદામનો૧૩૯ પણ પ્યારો, અન્ન

જમો શીંગનો મેસૂબ૧૪૦ શ્યામ, અન્ન
એ આદિ મેસૂબ તમામ, અન્ન ૦૩૨

સુખડી રાજગરાની૧૪૧ સારી, અન્ન
તમે ભાવે જમો અવતારી, અન્ન

અખરોટપ્લાઝા૧૪૨ શીંગપાક૧૪૩ , અન્ન
ખજૂરપાક૧૪૪ અંજીરપાક૧૪૫ , અન્ન ૦૩૩

દૂધીનો હલવો૧૪૬ સારો, અન્ન
ગાજરનો હલવો૧૪૭ પ્યારો, અન્ન

ચીકુનો હલવો૧૪૮ ન્યારો, અન્ન
છે બીટનો હલવો૧૪૯ સારો, અન્ન ૦૩૪

લીલા નાળિયેરનો હલવો૧૫૦ , અન્ન
એપલ હલવો૧૫૧ અખરોટ હલવો૧૫૨ , અન્ન

જમો કચરિયું૧૫૩ આ સારું, અન્ન
દિલે જમતી મૂર્તિ ધારું, અન્ન ૦૩૫

સાબુદાણાની ખીર૧૫૪ પ્યારી, અન્ન
ખીર મોરૈયાની૧૫૫ સારી, અન્ન

ખીરું૧૫૬ ખીરાના પેંડા૧૫૭ બળી૧૫૮ , અન્ન
જમો મોગોના લાડુ૧૫૯ વળી, અન્ન ૦૩૬

જમો કાજુ-બદામના લાડુ૧૬૦ , અન્ન
જમો મોરૈયાના લાડુ૧૬૧ , અન્ન

રાજગરા ધાણીના લાડુ૧૬૨ , અન્ન
બીટ લાડુ૧૬૩ ડ્રાયફ્રૂટ લાડુ૧૬૪ , અન્ન ૦૩૭

તલલાડુ૧૬૫ ટોપરાલાડુ૧૬૬ , અન્ન
શીરો મોરૈયાનો૧૬૭ જમાડું, અન્ન

શિંગોડાનો૧૬૮ રાજગરાનો૧૬૯ , અન્ન
શીરો રતાળુનો૧૭૦ બટેકાનો૧૭૧ , અન્ન ૦૩૮

શીરો શક્કરિયાનો૧૭૨ જમાડું, અન્ન
વાલા તમને આનંદ પમાડું, અન્ન

મોરૈયાના રોટલા૧૭૩ પ્યારા, અન્ન
મોરૈયાના ખમણ૧૭૪ સારા, અન્ન ૦૩૯

નાનખટાઈ મોરૈયાની૧૭૫ , અન્ન
જમો ખીચડી મોરૈયાની ૧૭૬ , અન્ન

મોરૈયા-રાજગરાના બિસ્કીટ૧૭૭ , અન્ન
સાબુદાણાની ખીચડી૧૭૮ ઇષ્ટ, અન્ન ૦૪૦

તલપાક૧૭૯ ને દૂધની તર૧૮૦ , અન્ન
કોટન કેન્ડી૧૮૧ પંજરી૧૮૨ વર, અન્ન

ઢોંસા ફરાળી૧૮૩ ફરાળી સાંભાર૧૮૪ , અન્ન
સાબુદાણાનાં વડાં૧૮૫ સાર, અન્ન ૦૪૧

જમો ફરાળી ભેળ૧૮૬ હે હરિ, અન્ન
જમો વહાલા માખણ મિસરી૧૮૭ , અન્ન

ઘી ગોળ૧૮૮ ને છે ઘી કેળાં૧૮૯ , અન્ન
અતિ ભાવે કર્યા છે ભેળાં, અન્ન ૦૪૨

રાજગરાની૧૯૦ કાજુની ચીકી૧૯૧ , અન્ન
ટોપરાચીકી૧૯૨ બદામની ચીકી૧૯૩ , અન્ન

ચીકી તલની૧૯૪ ને પિસ્તાની૧૯૫ , અન્ન
શીંગચીકી૧૯૬ ચીકી માવાની૧૯૭ , અન્ન ૦૪૩

વ્હાલા વિવિધ ડ્રાયફ્રૂટ કેરી૧૯૮ , અન્ન
ચીકી જમજો પ્રેમે ઘણેરી, અન્ન

ભીનું ફરસાણ

જમો નાથ ખસતા કચોરી૧૯૯ , અન્ન
છે સ્પાઇસી મસાલા કચોરી૨૦૦ , અન્ન ૦૪૪

પનીરની૨૦૧ ને વટાણાની૨૦૨ , અન્ન
વળી કચોરી છે લીલવાની૨૦૩ , અન્ન

જમો વાલા રાજકચોરી૨૦૪ , અન્ન
જમો જીવન આલુ કચોરી૨૦૫ , અન્ન ૦૪૫

જમો કટલેસ૨૦૬ ને સમોસા૨૦૭ , અન્ન
વળી પંજાબી સમોસા૨૦૮ , અન્ન

પાંઉ સમોસા૨૦૯ પટ્ટી સમોસા૨૧૦ , અન્ન
ચાઇનીઝ૨૧૧ ને પોટલી સમોસા૨૧૨ , અન્ન ૦૪૬

ઢેબરાં કોથમીર૨૧૩ ને મેથીનાં૨૧૪ , અન્ન
જમો બાજરી૨૧૫ ને દૂધીનાં૨૧૬ , અન્ન

બીટ ઢેબરાં૨૧૭ પાલખ ઢેબરાં૨૧૮ , અન્ન
જમો વાલમ હે સુખકરા, અન્ન ૦૪૭

જમો મકાઈનાં ઢોકળાં૨૧૯ , અન્ન
વળી છે ત્રિરંગી ઢોકળાં૨૨૦ , અન્ન

છે ખાટિયાં ઢોકળાં૨૨૧ પ્યારાં, અન્ન
મગદાળનાં૨૨૨ રવાના૨૨૩ ન્યારાં, અન્ન ૦૪૮

મૂઠિયાં પાલખનાં૨૨૪ દૂધીનાં૨૨૫ , અન્ન
જમો મૂઠિયાં આ મેથીનાં૨૨૬ , અન્ન

ઈદડાં૨૨૭ ખાંડવી૨૨૮ ને ખમણ૨૨૯ , અન્ન
વાટીદાળના છે ખમણ૨૩૦ , અન્ન ૦૪૯

પાતરા૨૩૧ પેટીસ૨૩૨ દાળઢોકળી૨૩૩ , અન્ન
અપ્પમ૨૩૪ ને ખીચડો૨૩૫ વળી, અન્ન

દાલવડાં૨૩૬ બટેકાવડાં૨૩૭ , અન્ન
રતાળુ૨૩૮ ને દેસાઈવડાં૨૩૯ , અન્ન ૦૫૦

કાજુવડાં૨૪૦ ડાકોરનાં ગોટાં૨૪૧ , અન્ન
આખા મરચાંનાં ભજિયાં૨૪૨ મોટાં, અન્ન

વેજિટેબલનાં છે ભજિયાં૨૪૩ , અન્ન
મેથીનાં૨૪૪ તથા કુંભણિયાં૨૪૫ , અન્ન ૦૫૧

કેળાં ભજિયાં૨૪૬ માખણ ભજિયાં૨૪૭ , અન્ન
જમો આખા ટમેટાનાં ભજિયાં૨૪૮ , અન્ન

બ્રેડ ભજિયાં૨૪૯ પાલખ ભજિયાં૨૫૦ , અન્ન
ગલકાં૨૫૧ ને મકાઈ ભજિયાં૨૫૨ , અન્ન ૦૫૨

જમો ભજિયાં આ અજમાનાં૨૫૩ , અન્ન
વળી ભજિયાં છે રીંગણાનાં૨૫૪ , અન્ન

પોઈપાનનાં છે ભજિયાં૨૫૫ , અન્ન
પટ્ટીભજિયાં૨૫૬ અળવીનાં ભજિયાં૨૫૭ , અન્ન ૦૫૩

મારવાડી મરચાં૨૫૮ સારાં, અન્ન
જમો બટેકાપૂરી૨૫૯ પ્યારા, અન્ન

જમો હાંડવો૨૬૦ વેજિટેબલ, અન્ન
વળી ડંગેલા૨૬૧ ઘૂઘરા૨૬૨ અવલ, અન્ન ૦૫૪

પાંઉ ગાંઠિયા૨૬૩ ભાજીકોન૨૬૪ , અન્ન
મકાઈ ભેળ૨૬૫ ચટપટા કોન૨૬૬ , અન્ન

પાપડરોલ૨૬૭ પુના મિસળ૨૬૮ , અન્ન
પનિયારમ૨૬૯ છે નિરમળ, અન્ન ૦૫૫

ગળવાણું૨૭૦ ને દિલખુશ૨૭૧ , અન્ન
જમો દિલ થઈ જાશે ખુશ, અન્ન

સેવખમણી૨૭૨ બટેકાપૌંઆ૨૭૩ , અન્ન
આવ્યાં નરનારી સૌ જોવાં, અન્ન ૦૫૬

સૂકું ફરસાણ

ચેવડો શીંગ અને પૌંઆનો૨૭૪ , અન્ન
ચેવડો પૌંઆ ને મમરાનો૨૭૫ , અન્ન

વળી ચેવડો વટાણાનો૨૭૬ , અન્ન
જમો ચેવડો બટેકાનો૨૭૭ , અન્ન ૦૫૭

ચેવડો મકાઈનો સારો૨૭૮ , અન્ન
ઘઉં પૌંઆનો૨૭૯ છે ન્યારો, અન્ન

વાલા જમજો લીલો ચેવડો૨૮૦ , અન્ન
પાપડ-પૌંઆનો ચેવડો૨૮૧ , અન્ન ૦૫૮

આખા ઘઉંનો છે ચેવડો૨૮૨ , અન્ન
વહાલા જમો નાયલોન ચેવડો૨૮૩ , અન્ન

જમો વિધવિધ આ ચવાણાં, અન્ન
અમે ગાઈએ તમારાં ગાણાં, અન્ન ૦૫૯

પ્યારું નડિયાદી ચવાણું૨૮૪ , અન્ન
સુરતી ભૂસું૨૮૫ ને ચવાણું૨૮૬ , અન્ન

મકાઈના પૌંઆ૨૮૭ સારા, અન્ન
મોળા ગાંઠિયા૨૮૮ જમો પ્યારા, અન્ન ૦૬૦

જમો ભાવનગરી આ ગાંઠિયા૨૮૯ , અન્ન
વળી જમજો તીખા ગાંઠિયા૨૯૦ , અન્ન

વાલા જમો વણેલા ગાંઠિયા૨૯૧ , અન્ન
વળી છે ચંપાકલી ગાંઠિયા૨૯૨ , અન્ન ૦૬૧

ચંદનકચોરી૨૯૩ ચીઝ ખાખરા૨૯૪ , અન્ન
વળી છે તળેલા ખાખરા૨૯૫ , અન્ન

છે આ સાદા ખાખરા સારા૨૯૬ , અન્ન
છે મેથીના૨૯૭ પણ ન્યારા, અન્ન ૦૬૨

છે મસાલા ખાખરા૨૯૮ પ્યારા, અન્ન
તમે જમોને ભક્તિદુલારા, અન્ન

જમો પ્યારી ટોમેટો વેફર૨૯૯ , અન્ન
સૂરણની૩૦૦ બટેકાની વેફર૩૦૧ , અન્ન ૦૬૩

કેળાની છે ક્રિસ્પી વેફર૩૦૨ , અન્ન
તમે જમોને રતાળુ વેફર૩૦૩ , અન્ન

સેવ આલુ૩૦૪ ને બિકાનેરી૩૦૫ , અન્ન
સેવ ટોમેટો૩૦૬ અનેરી, અન્ન ૦૬૪

સેવ સાદી૩૦૭ સેવ રતલામી૩૦૮ , અન્ન
સેવ પાલખની૩૦૯ જમો સ્વામી, અન્ન

મગદાળ૩૧૦ ચણાદાળ૩૧૧ , અન્ન
જમો વટાણા૩૧૨ છે દયાળ, અન્ન ૦૬૫

દાલમૂઠ૩૧૩ ચોળાફળી૩૧૪ , અન્ન
દહીંથરા૩૧૫ સુંવાળી૩૧૬ વળી, અન્ન

ચકરી૩૧૭ ટમટમ૩૧૮ ભાખરવડી૩૧૯ , અન્ન
ફાફડા૩૨૦ ફાફડી૩૨૧ ફૂલવડી૩૨૨ , અન્ન ૦૬૬

અડદ મઠનાં૩૨3 છે મઠિયાં, અન્ન
ફરસીપૂરી૩૨4 ને શીંગભજિયાં૩૨૫ , અન્ન

તીખા૩૨૬ ગળ્યા૩૨૭ સક્કરપારા, અન્ન
તીખી બુંદી૩૨૮ ખાજલી૩૨૯ પ્યારા, અન્ન ૦૬૭

ચનાજોરગરમ૩૩૦ હરિવરા, અન્ન
જમો સોયાસ્ટિક૩૩૧ સેવમમરા૩૩૨ , અન્ન

જમો પ્રેટ્ઝેલ બાઇટ્સ૩૩૩ ન્યારા, અન્ન
ખૂબ જમજો મારા પ્યારા, અન્ન ૦૬૮

રાજગરા૩૩૪ મકાઈની૩૩૫ ધાણી, અન્ન
વળી જમો જુવારની ધાણી૩૩૬ , અન્ન

રોટલી-રોટલા

જમો રોટલીઓ સુખકારી, અન્ન
વિધવિધ બનાવી છે સારી, અન્ન ૦૬૯

સાદી રોટલી૩૩૭ ફૂલકા૩૩૮ સારા, અન્ન
જમો બે પડવાળી૩૩૯ પ્યારા, અન્ન

સાતપડી રોટલી૩૪૦ મસાલા૩૪૧ , અન્ન
જમો બાજરાની૩૪૨ પણ વ્હાલા, અન્ન ૦૭૦

રોટલી રૂમાલી૩૪૩ જુવારની૩૪૪ , અન્ન
રોટલી કુલચા૩૪૫ તંદુરની૩૪૬ , અન્ન

મીસી રોટલી૩૪૭ ખુરમો૩૪૮ નાથ, અન્ન
કરી જવની૩૪૯ રોટલી મેં હાથ, અન્ન ૦૭૧

જમો રોટલીનાં પપૂડાં૩૫૦ , અન્ન
ઘી સાકર નાખેલાં રૂડાં, અન્ન

મેથી૩૫૧ બંટી૩૫૨ બાજરા૩૫૩ રોટલા, અન્ન
જુવારના૩૫૪ મકાઈના૩૫૫ રોટલા, અન્ન ૦૭૨

સાદી ભાખરી૩૫૬ ભાખરી મસાલા૩૫૭ , અન્ન
બહુ ઘી મોણવાળી વાલા, અન્ન

મેથી ભાખરી૩૫૮ બદામ ભાખરી૩૫૯ , અન્ન
ખાંતે જમજો મારા હરિ, અન્ન ૦૭૩

સાદી પૂરી૩૬૦ ગળી પૂરી૩૬૧ , અન્ન
વળી ભટુરા૩૬૨ આલુ પૂરી૩૬૩ , અન્ન

પૂરી પાલખની૩૬૪ ને રવાની૩૬૫ , અન્ન
પૂરી મસાલાવાળી૩૬૬ નાની, અન્ન ૦૭૪

રાજગરા-મોરૈયાની પૂરી૩૬૭ , અન્ન
જમો મકાઈ પૂડલાં૩૬૮ મુરારી, અન્ન

ગળ્યાં પૂડલાં૩૬૯ તીખાં પૂડલાં૩૭૦ , અન્ન
મગ પૂડલાં૩૭૧ ટોમેટો પૂડલાં૩૭૨ , અન્ન ૦૭૫

થેપલાં દૂધીનાં૩૭૩ મેથીનાં૩૭૪ , અન્ન
સાદાં થેપલાં૩૭૫ ઘીથી ભીનાં, અન્ન

પ્યારા લાવી ગરમ પરોઠાં, અન્ન
મિક્સ વેજિટેબલ પરોઠાં૩૭૬ , અન્ન ૦૭૬

સાદાં પરોઠાં૩૭૭ ચીઝ પરોઠાં૩૭૮ , અન્ન
કોબી પરોઠાં૩૭૯ આલુ પરોઠાં૩૮૦ , અન્ન

બટર પરોઠાં૩૮૧ મટર પરોઠાં૩૮૨ , અન્ન
મેથી પરોઠાં૩૮૩ પનીર પરોઠાં૩૮૪ , અન્ન ૦૭૭

મૂળા૩૮૫ ને ટોમેટો પરોઠાં૩૮૬ , અન્ન
લચ્છા પરોઠાં૩૮૭ પાલખ પરોઠાં૩૮૮ , અન્ન

ચીઝ નાન૩૮૯ ને બટર નાન૩૯૦ , અન્ન
લચ્છા નાન૩૯૧ ને સાદી નાન૩૯૨ , અન્ન ૦૭૮

વિવિધ શાક

જમો ગુજરાતી શાક વ્હાલા, અન્ન
એમાં નાખ્યા બહુ મસાલા, અન્ન

એવાં શાક ગણાવું વાલા, અન્ન
તમે જમોને ભક્તિના લાલા, અન્ન ૦૭૯

શાક ભરેલાં રીંગણાંનું૩૯૩ , અન્ન
વળી રીંગણાં-વટાણાનું૩૯૪ , અન્ન

શાક રીંગણાં-બટેકાંનું૩૯૫ , અન્ન
શાક કેવળ બટેકાનું૩૯૬ , અન્ન ૦૮૦

બટેકાની સૂકીભાજી૩૯૭ , અન્ન
તમે જમજો થઈને રાજી, અન્ન

શાક બટેકા-વટાણાનું૩૯૮ , અન્ન
વળી તુવેર ને રીંગણાંનું૩૯૯ , અન્ન ૦૮૧

કોબી-વટાણા૪૦૦ ને ફુલેવર૪૦૧ , અન્ન
ગુવાર૪૦૨ ગલકાં૪૦૩ ને ગાજર૪૦૪ , અન્ન

ઊંબાડિયું૪૦૫ ને ગૂંદાં ભરેલાં૪૦૬ , અન્ન
મરિયા૪૦૭ જમોને રંગના રેલા, અન્ન ૦૮૨

પરવળ૪૦૮ વટાણા-ગાજર૪૦૯ , અન્ન
દૂધી૪૧૦ વટાણા-ફુલેવર૪૧૧ , અન્ન

કાચી કેરીનું૪૧૨ શુભ શાક, અન્ન
કાજુ-ગાંઠિયાનું૪૧૩ પણ શાક, અન્ન ૦૮૩

જમો બ્રોકોલીનું૪૧૪ આ શાક, અન્ન
ગુવાર-ઢોકળીનું૪૧૫ શાક, અન્ન

વળી દૂધી-ચણાની દાળ૪૧૬ , અન્ન
શાક તૂરિયાંનું૪૧૭ રસાળ, અન્ન ૦૮૪

શાક તળેલું ભીંડાનું૪૧૮ , અન્ન
વળી ભરેલા ભીંડાનું૪૧૯ , અન્ન

શાક છે તૂરિયાં-પાતરાનું૪૨૦ , અન્ન
મૂળાનું૪૨૧ મગ-તૂરિયાંનું૪૨૨ , અન્ન ૦૮૫

જમો ભીંડાના સંભારિયા૪૨૩ , અન્ન
જમો સૂરણનું૪૨૪ સુખદૈયા, અન્ન

શાક કાજુ-કારેલાંનું૪૨૫ , અન્ન
કંકોડાંનું૪૨૬ કારેલાંનું૪૨૭ , અન્ન ૦૮૬

શાક છે સેવ-ટમેટાંનું૪૨૮ , અન્ન
રતાળુનું૪૨૯ ટીંડોરાંનું૪૩૦ , અન્ન

શાક સારું સરગવાનું૪૩૧ , અન્ન
પાકાં ચીભડાંનું૪૩૨ ગાંઠિયાનું૪૩૩ , અન્ન ૦૮૭

શાક વાલોળનું૪૩૪ પાપડીનું૪૩૫ , અન્ન
શાક ગાજર ને ફણસીનું૪૩૬ , અન્ન

શાક ફણસ૪૩૭ ને પંચકુટિયું૪૩૮ , અન્ન
શક્કરિયાનું૪૩૯ ને ઊંધિયું૪૪૦ , અન્ન ૦૮૮

શાક ઢોકળી૪૪૧ મકાઈનો દાણો૪૪૨ , અન્ન
રીંગણાંનું ભડથું૪૪૩ માણો, અન્ન

ઓળો દૂધીનો૪૪૪ સુખધામ, અન્ન
અતિ ભાવે જમો ઘનશ્યામ, અન્ન ૦૮૯

શાક વડીનું૪૪૫ સ્વાદિષ્ટ, અન્ન
જમો કોળાંનું૪૪૬ મારા ઇષ્ટ, અન્ન

શાક ટીનસાંનું૪૪૭ છે સારું, અન્ન
જમો લાગશે તમને પ્યારું, અન્ન ૦૯૦

રૂડું ઝુમખડીનું શાક૪૪૮ , અન્ન
જન જમે તજીને પાક, અન્ન

કાચાં૪૪૯ પાકાં૪૫૦ કેળાંનું શાક, અન્ન
ઝૂકીનીનું૪૫૧ અદ્ભુત શાક, અન્ન ૦૯૧

રૂડી ભાજી છે મેથીની૪૫૨ , અન્ન
ભાજી પાલખની૪૫૩ લૂણીની૪૫૪ , અન્ન

મીઠી અજમાની૪૫૫ છે ભાજી, અન્ન
જમો સુવાની૪૫૬ થઈ રાજી, અન્ન ૦૯૨

રૂડી ભાજી તાંદળજાની૪૫૭ , અન્ન
એવી ભાજી મૂળા૪૫૮ આદિની, અન્ન

જમો શાક પંજાબી દયાળુ, અન્ન
મલાઈ કોફતા૪૫૯ ને દમઆલુ૪૬૦ , અન્ન ૦૯૩

કોબી કોફતા૪૬૧ સૂરણ કોફતા૪૬૨ , અન્ન
શાહી પનીર૪૬૩ દૂધી કોફતા૪૬૪ , અન્ન

છે કાજુ-બટર મસાલા૪૬૫ , અન્ન
જમો પાલખ પનીર૪૬૬ વ્હાલા, અન્ન ૦૯૪

વેજિટેબલ મખ્ખનવાલા૪૬૭ , અન્ન
છે પનીર બટર મસાલા૪૬૮ , અન્ન

વેજિટેબલ છે જયપૂરી૪૬૯ , અન્ન
વેજિટેબલ કોલાપૂરી૪૭૦ , અન્ન ૦૯૫

કાજુ કરી૪૭૧ તવાસબ્જી૪૭૨ , અન્ન
જમો વેજિટેબલ ક્રિસ્પી૪૭૩ , અન્ન

મિક્સ વેજિટેબલ ફ્રાય૪૭૪ , અન્ન
જમો જમોને મારા રાય, અન્ન ૦૯૬

જમો વેજિટેબલ કોરમા૪૭૫ , અન્ન
વળી છે નવરત્ન કોરમા૪૭૬ , અન્ન

પનીરટીકા૪૭૭ પનીરપસંદા૪૭૮ , અન્ન
કાજુ ખોયા૪૭૯ છે જગવંદા, અન્ન ૦૯૭

સ્ટફ્ડ કેપ્સીકમ૪૮૦ છે પ્યારા, અન્ન
જમો સ્ટફ્ડ ટોમેટો૪૮૧ ન્યારા, અન્ન

દાલ મખની૪૮૨ પનીર ભૂરજી૪૮૩ , અન્ન
મેથી બટર મસાલા૪૮૪ હરજી, અન્ન ૦૯૮

પનીર હાંડી૪૮૫ ખોયા મખ્ખન૪૮૬ , અન્ન
થાઈકરી૪૮૭ જમોને જીવન, અન્ન

જમો વિવિધ કઠોળ શ્યામ, અન્ન
લીલા વટાણા૪૮૮ સુખધામ, અન્ન ૦૯૯

મગ૪૮૯ મઠ૪૯૦ ને છોલે ચણા૪૯૧ , અન્ન
ચોળી૪૯૨ ચોળા૪૯૩ દેશી ચણા૪૯૪ , અન્ન

વાલ૪૯૫ અડદ૪૯૬ ને રાજમા૪૯૭ , અન્ન
મેથી૪૯૮ સોયાબીન૪૯૯ વાલમા, અન્ન ૧૦૦

જમો લીલી તુવેર૫૦૦ પ્યારી, અન્ન
મેથી૫૦૧ ફણગાવેલી સારી, અન્ન

મગ૫૦૨ મઠ૫૦૩ છે ફણગાવેલા, અન્ન
લચકો દાળ૫૦૪ જમોને છેલા, અન્ન ૧૦૧

જમો કળથી૫૦૫ લીલા ચણા૫૦૬ , અન્ન
જરી રાખશો નહિ મણા, અન્ન

ફાસ્ટ ફૂડ

જમો ફાસ્ટ ફૂડ અલબેલા, અન્ન
લાવ્યા ભક્તો પ્રેમઘેલા, અન્ન ૧૦૨

સાદા ઢોસા૫૦૭ ઢોસા મસાલા૫૦૮ , અન્ન
જમો મૈસુરી ઢોસા૫૦૯ વાલા, અન્ન

જમો સ્વીટકોર્નના આ ઢોસા૫૧૦ , અન્ન
ચીઝ ઢોસા૫૧૧ સ્પ્રિંગ ઢોસા૫૧૨ , અન્ન ૧૦૩

મેંદુવડાં૫૧૩ ને સ્ટફ ઇડલી૫૧૪ , અન્ન
ઇડલી સાંભાર૫૧૫ રવા ઇડલી૫૧૬ , અન્ન

છે સારા ટોમેટો ઉત્તપા૫૧૭ , અન્ન
વળી વેજિટેબલ ઉત્તપા૫૧૮ , અન્ન ૧૦૪

પાંઉભાજી૫૧૯ ને બફવડાં૫૨૦ , અન્ન
ભેળપૂરી૫૨૧ ને દહીંવડાં૫૨૨ , અન્ન

ગોલગપ્પા જે પાણીપૂરી૫૨૩ , અન્ન
રગડાપેટીસ૫૨૪ દહીંપૂરી૫૨૫ , અન્ન ૧૦૫

મેક્સિકન ભેળ૫૨૬ સેવપૂરી૫૨૭ , અન્ન
ચાઇનીઝ ભેળ૫૨૮ રગડાપૂરી૫૨૯ , અન્ન

વાલા જમો કોલેજિયન ભેળ૫૩૦ , અન્ન
સુરતી લોચો૫૩૧ સાદી ભેળ૫૩૨ , અન્ન ૧૦૬

સેવઉસળ૫૩૩ દિલ્લીચાટ૫૩૪ , અન્ન
આલુચાટ૫૩૫ કટોરીચાટ૫૩૬ , અન્ન

વડાપાંઉ૫૩૭ ને દાબેલી૫૩૮ , અન્ન
તીખી બટેકી૫૩૯ અલબેલી, અન્ન ૧૦૭

બહુ ભાવશે બટર દાબેલી૫૪૦ , અન્ન
ચટપટી ચીઝ દાબેલી૫૪૧ , અન્ન

બટેકાભૂંગળાં૫૪૨ સારા, અન્ન
છોલે ભટુરા૫૪૩ પણ પ્યારા, અન્ન ૧૦૮

ખાટો લોટ૫૪૪ દાલપકવાન૫૪૫ , અન્ન
તમે ભાવે જમો ભગવાન, અન્ન

જમો પાપડીનો લોટ૫૪૬ શ્યામ, અન્ન
દાલબાટી૫૪૭ જમો ઘનશ્યામ, અન્ન ૧૦૯

જમો પાઇનેપલ સેન્ડવીચ૫૪૮ , અન્ન
વળી જમો ચીઝ સેન્ડવીચ૫૪૯ , અન્ન

ગ્રીલ સેન્ડવીચ૫૫૦ ટોસ્ટ સેન્ડવીચ૫૫૧ , અન્ન
જમો આ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચ૫૫૨ , અન્ન ૧૧૦

જમો પ્યારી ક્લબ સેન્ડવીચ૫૫૩ , અન્ન
જમો વેજિટેબલ સેન્ડવીચ૫૫૪ , અન્ન

પનીની સેન્ડવીચ૫૫૫ પ્યારી, અન્ન
જમો સબવે સેન્ડવીચ૫૫૬ સારી, અન્ન ૧૧૧

બ્રેડ પકોડા૫૫૭ ઝીની રોલ૫૫૮ , અન્ન
પીઝા૫૫૯ બર્ગર૫૬૦ છે સ્પ્રિંગ રોલ૫૬૧ , અન્ન

ચીઝ પકોડા૫૬૨ ચીઝ પીઝા૫૬૩ , અન્ન
બ્રેડ પીઝા૫૬૪ ખાખરા પીઝા૫૬૫ , અન્ન ૧૧૨

જમો માર્ગારીટા પીઝા૫૬૬ , અન્ન
સારા ચીઝી ચીઝબ્રસ્ટ પીઝા૫૬૭ , અન્ન

મીઠા પીઝા મેક્સિકન૫૬૮ , અન્ન
ચીઝબોલ૫૬૯ કેલઝોન૫૭૦ જીવન, અન્ન ૧૧૩

મોઝરેલા સ્ટીક૫૭૧ ચીઝ પોપર૫૭૨ , અન્ન
જમો જેકેટ પોટેટો૫૭૩ હરિવર, અન્ન

મેથી પફ૫૭૪ ચાઇનીઝ પફ૫૭૫ , અન્ન
પનીર પફ૫૭૬ પંજાબી પફ૫૭૭ , અન્ન ૧૧૪

વેજિટેબલ પફ૫૭૮ મોમોઝ૫૭૯ , અન્ન
ફ્રેંચ ફ્રાય૫૮૦ અને ટાકોઝ૫૮૧ , અન્ન

ટોસ્ટાડા૫૮૨ કેસેડીઆ૫૮૩ , અન્ન
ચીમીચાન્ગા૫૮૪ ને ચલુપા૫૮૫ , અન્ન ૧૧૫

કાઠીરોલ૫૮૬ ને ફલાફલ૫૮૭ , અન્ન
એન્ચીલાડા૫૮૮ ફહીતા૫૮૯ નવલ, અન્ન

બીન બરીતો૫૯૦ ને ચીઝ વ્રેપ૫૯૧ , અન્ન
વાલા જમો ટોર્ટીલા વ્રેપ૫૯૨ , અન્ન ૧૧૬

વેજફ્રાય૫૯૩ મન્ચુરિયન૫૯૪ , અન્ન
જમો નાચોઝ૫૯૫ હે જીવન, અન્ન

સાલ્સા ચીપ્સ૫૯૬ બેક્ડ પોટેટો૫૯૭ , અન્ન
ટોફુ બાઉલ૫૯૮ બનાવ્યા મેં તો, અન્ન ૧૧૭

સાદા પાસ્તા૫૯૯ મસાલા પાસ્તા૬૦૦ , અન્ન
પ્યારા વેજિટેબલ પાસ્તા૬૦૧ , અન્ન

જમો અલ્ફ્રેડો પાસ્તા૬૦૨ ભાવે, અન્ન
વસ્તુ ઇટાલિયન એ કા’વે, અન્ન ૧૧૮

છે મેક એન્ડ ચીઝ૬૦૩ સારી, અન્ન
રેવિયોલી૬૦૪ સ્પગેટી૬૦૫ પ્યારી, અન્ન

વેજિટેબલ ફ્રેન્કી૬૦૬ શ્યામ, અન્ન
જમો ગોલ્ડ કોઇન૬૦૭ ઘનશ્યામ, અન્ન ૧૧૯

વેજિટેબલ નૂડલ્સ૬૦૮ પ્યારા, અન્ન
ચીલી પનીર૬૦૯ જમોને ન્યારા, અન્ન

ફ્રાઇડ રાઇસ નૂડલ્સ૬૧૦ , અન્ન
હરિ જમોને હક્કા નૂડલ્સ૬૧૧ , અન્ન ૧૨૦

વેજ લઝાનિયા૬૧૨ સીઝલર૬૧૩ , અન્ન
પીનવ્હીલ૬૧૪ પોટેટો ફિંગર૬૧૫ , અન્ન

હાલાપીનો પોપર્સ૬૧૬ અમૂલ, અન્ન
હેશ બ્રાઉન૬૧૭ ચીપોટલે બાઉલ૬૧૮ , અન્ન ૧૨૧

જમો બ્રીંજલ પારમેઝન૬૧૯ , અન્ન
એમ્પનાડસ૬૨૦ જમો જીવન, અન્ન

ચટણી

બહુ ચટણીઓ સુખકારી, અન્ન
કરી અનેક પ્રકારની સારી, અન્ન ૧૨૨

જમો કોથમીરની ચટણી૬૨૧ , અન્ન
લીલાં મરચાંની ચટણી૬૨૨ , અન્ન

શીંગદાણા-ટોપરાની ચટણી૬૨૩ , અન્ન
દાળિયા-મરચાંની ચટણી૬૨૪ , અન્ન ૧૨૩

ખજૂરની૬૨૫ ને આંબલીની૬૨૬ , અન્ન
સારી ચટણી છે દહીંની૬૨૭ , અન્ન

ફુદીનાની૬૨૮ તથા ટમેટાંની૬૨૯ , અન્ન
કોઠાંની૬૩૦ તથા બટેકાંની૬૩૧ , અન્ન ૧૨૪

આમચૂરની છે ચટણી૬૩૨ , અન્ન
સારી છે સીઝવાન ચટણી૬૩૩ , અન્ન

લીલી આંબલીની ચટણી૬૩૪ , અન્ન
લાવ્યા ચટણી અમે ઘણી, અન્ન ૧૨૫

બીનડીપ૬૩૫ બાબાગનુષ૬૩૬ , અન્ન
જમો ગ્વાકામોલી૬૩૭ ને હમસ૬૩૮ , અન્ન

રૂડો ટમેટાંનો સોસ૬૩૯ , અન્ન
નહિ નડે તજો અફસોસ, અન્ન ૧૨૬

સંભારો

મેં કર્યો સંભારો૬૪૦ હરિ, અન્ન
વિધવિધ કાચું ભેળું કરી, અન્ન

મરચાં ટીંડોરાં કાકડીનો, અન્ન
કોબી ગાજર ટમેટાદિનો, અન્ન ૧૨૭

મીઠો બનાવ્યો સંભારો, અન્ન
તમે ભાવ સ્વીકારો મારો, અન્ન

કોબી-મરચાંનો સંભારો૬૪૧ , અન્ન
જમો પપૈયાનો૬૪૨ સારો, અન્ન ૧૨૮

કાકડી ગાજર મૂળાનું, અન્ન
બીટ કોબી ટમેટાનું, અન્ન

કચુંબર૬૪૩ કર્યું તે સહુનું, અન્ન
સલાડ ફણગાવેલ મગનું૬૪૪ , અન્ન ૧૨૯

સલાડ સમાર્યું સુપર, અન્ન
કોબી૬૪૫ કાકડી૬૪૬ ને ગાજર૬૪૭ , અન્ન

ભોલર કેપ્સીકમ મરચાં૬૪૮ , અન્ન
બીટ૬૪૯ ટમેટાં૬૫૦ આંબળાં૬૫૧ , અન્ન ૧૩૦

કાચી કેરી૬૫૨ લીલું ટોપરું૬૫૩ , અન્ન
લેટસ૬૫૪ આદિ ફુલેવર૬૫૫ ખરું, અન્ન

લીલી હળદર૬૫૬ આંબામોર૬૫૭ , અન્ન
તીખા મૂળા૬૫૮ જમો ચિત્તચોર, અન્ન ૧૩૧

જમો મોગરી૬૫૯ મૂળાપાન૬૬૦ , અન્ન
અમે ધરીએ તમારું ધ્યાન, અન્ન

જમો મકાઈ ડોડા છેલા, અન્ન
શેકેલા૬૬૧ ને વળી બાફેલા૬૬૨ , અન્ન ૧૩૨

જારનો૬૬૩ ને ઘઉંનો પોંક૬૬૪ , અન્ન
જમો બાજરાનો૬૬૫ પણ પોંક, અન્ન

અથાણાં

વાલા ધર્યાં અથાણાં અનેક, અન્ન
તમે જમજો એકેએક, અન્ન ૧૩૩

અથાણાં રાઈતાં કેરીનાં૬૬૬ , અન્ન
ખાટી કેરી૬૬૭ ગોળ-કેરીનાં૬૬૮ , અન્ન

કેરડા૬૬૯ ગાજર૬૭૦ ગૂંદાંનાં૬૭૧ , અન્ન
ખારેક૬૭૨ આખા મરચાંનાં૬૭૩ , અન્ન ૧૩૪

ડારા ગરમર૬૭૪ કરમદાનાં૬૭૫ , અન્ન
પંજાબી૬૭૬ ને મેથી-ચણાનાં૬૭૭ , અન્ન

કાજુ-ખારેક૬૭૮ કેરી-ખજૂરનાં૬૭૯ , અન્ન
બિલા૬૮૦ ટીંડોરાં૬૮૧ બિજોરાંનાં૬૮૨ , અન્ન ૧૩૫

લીંબુનાં૬૮૩ ને ચીભડાંનાં૬૮૪ , અન્ન
વાંસનાં૬૮૫ ને આંબળાંનાં૬૮૬ , અન્ન

જમો કેરીનો મુરબ્બો૬૮૭ , અન્ન
વળી આંબળાંનો મુરબ્બો૬૮૮ , અન્ન ૧૩૬

છુંદો કેરીનો૬૮૯ રાઈતાં મરચાં૬૯૦ , અન્ન
જમો વડતાલનાં આ મરચાં૬૯૧ , અન્ન

તળી ગુવારની કાચરી૬૯૨ , અન્ન
ભીંડાની કાચરી૬૯૩ છે કરી, અન્ન ૧૩૭

કાચરી મરચાંની૬૯૪ તૂરિયાંની૬૯૫ , અન્ન
જમો કાચરી કોઠીંબાની૬૯૬ , અન્ન

સ્વાદિષ્ટ રાઈતાં નવીનાં અન્ન
જમો વિધવિધ શાકભાજીનાં, અન્ન ૧૩૮

રૂડું રાઈતું ધર્યું કાકડીનું૬૯૭ , અન્ન
ગાજરનું૬૯૮ ને મોગરીનું૬૯૯ , અન્ન

ખાસ રાઈતું વેજિટેબલ૭૦૦ , અન્ન
કેળાંદિનાં રાઈતાં૭૦૧ અવલ, અન્ન ૧૩૯

રાબ

રૂડી રાબ જમો બાજરાની૭૦૨ , અન્ન
વળી કરી છે રાજગરાની૭૦૩ , અન્ન

રાબ જુવારની૭૦૪ ઘઉંની૭૦૫ , અન્ન
નાખી તેજાના કરી ઊની, અન્ન ૧૪૦

ભાત

કર્યા ભાતભાતના ભાત, અન્ન
તમે જમોને મારા તાત, અન્ન

સાદા ભાત૭૦૬ વઘારેલ ભાત૭૦૭ , અન્ન
કરમલડો૭૦૮ જે દહીં-ભાત, અન્ન ૧૪૧

સેલણ૭૦૯ જે ઘી ગોળ ભાત, અન્ન
જમો ઘી-ખાંડ સાથે ભાત૭૧૦ , અન્ન

જીરા રાઇસ૭૧૧ ટોમેટો રાઇસ૭૧૨ , અન્ન
જમો કોકોનટ રાઇસ૭૧૩ , અન્ન ૧૪૨

છે રાઇસ રૂડા સીઝવાન૭૧૪ , અન્ન
તમે ભાવે જમો ભગવાન, અન્ન

લેમન રાઇસ૭૧૫ ચિત્રાના રાઇસ૭૧૬ , અન્ન
ફ્રાઇડ રાઇસ૭૧૭ ફુદીના રાઇસ૭૧૮ , અન્ન ૧૪૩

રાઇસ મેક્સિકન૭૧૯ સુખદાની, અન્ન
જમો વેજિટેબલ બિરયાની૭૨૦ , અન્ન

જમો વેજિટેબલ પુલાવ૭૨૧ , અન્ન
શાહી પુલાવ૭૨૨ ગ્રીન પુલાવ૭૨૩ , અન્ન ૧૪૪

મીઠો કાશ્મીરી પુલાવ૭૨૪ , અન્ન
જમો તીખો તવા પુલાવ૭૨૫ , અન્ન

થૂલી૭૨૬ ઉપમા૭૨૭ ને પોંગલ૭૨૮ , અન્ન
જો જો ભાવ અમારો અવલ, અન્ન ૧૪૫

તુવેરદાળની છે ખીચડી૭૨૯ , અન્ન
મગ-ચોખાની આ ખીચડી૭૩૦ , અન્ન

ઓટ ખીચડી૭૩૧ ક્વિનવા ખીચડી૭૩૨ , અન્ન
મેં તો બનાવી કચ્છી ખીચડી૭૩૩ , અન્ન ૧૪૬

જમો વેજિટેબલ ખીચડી૭૩૪ , અન્ન
બહુ ભાતના ફ્રૂટની ખીચડી૭૩૫ , અન્ન

દાળ

તુવેરદાળ૭૩૬ મગની દાળ૭૩૭ , અન્ન
તડકાદાળ૭૩૮ મસુરદાળ૭૩૯ , અન્ન ૧૪૭

દાળ ત્રેવડી૭૪૦ અડદની દાળ૭૪૧ , અન્ન
તમે જમો પાલખની દાળ૭૪૨ , અન્ન

કાઠિયાવાડી૭૪૩ સુરતી૭૪૪ કઢી, અન્ન
ગોળની૭૪૫ કોકમની૭૪૬ કઢી, અન્ન ૧૪૮

કઢી છે આખા મરચાંની૭૪૭ , અન્ન
રોગનાશક સરગવાની૭૪૮ , અન્ન

કઢી રીંગણાંની૭૪૯ ભીંડાની૭૫૦ , અન્ન
ઘીમાં વઘારી તાજી મઝાની, અન્ન ૧૪૯

રૂડા દહીંની છે તીખારી૭૫૧ , અન્ન
બહુ સારા મસાલે વઘારી, અન્ન

દાલફ્રાય૭૫૨ રસમ૭૫૩ સાંભાર૭૫૪ , અન્ન
તમે જમજો મારા યાર, અન્ન ૧૫૦

સૂપ

રૂડું ટમેટાનું છે સૂપ૭૫૫ , અન્ન
દૂધીનું૭૫૬ પાલખનું સૂપ૭૫૭ , અન્ન

જમો વેજિટેબલ સૂપ૭૫૮ , અન્ન
ગાજરનું સૂપ૭૫૯ અનુપ, અન્ન ૧૫૧

મીનીસ્ટ્રોન સૂપ૭૬૦ છે સારું, અન્ન
કોર્નસૂપ૭૬૧ છે બહુ પ્યારું, અન્ન

વેજિટેબલ મન્ચાવ સૂપ૭૬૨ , અન્ન
ચીલી સૂપ૭૬૩ મેક્રોની સૂપ૭૬૪ , અન્ન ૧૫૨

ટોર્ટીલા૭૬૫ ને બ્રોકોલી સૂપ૭૬૬ , અન્ન
પીઓ હોટ એન્ડ સોર સૂપ૭૬૭ , અન્ન

રૂડું સરગવાનું સૂપ૭૬૮ , અન્ન
શાકભાજીનાં અનેક સૂપ, અન્ન ૧૫૩

પાપડ

જમો પાપડ મારા પ્યારા, અન્ન
આગે ધર્યા ન્યારા ન્યારા, અન્ન

પાપડ મકાઈના૭૬૯ ચોખાના૭૭૦ , અન્ન
પાપડ ઘઉંના૭૭૧ અડદના૭૭૨ , અન્ન ૧૫૪

જમો રૂડા પાપડ શેકેલા, અન્ન
મસાલા પાપડ૭૭૩ તળેલા, અન્ન

જમો જુવારના પાપડ૭૭૪ , અન્ન
થશે જમતા બહુ કડકડ, અન્ન ૧૫૫

પ્યારી પાપડી૭૭૫ ને ફરફર૭૭૬ , અન્ન
ભાવે કકડાવો હરિવર, અન્ન

બેકરીની આઇટમ

જમો બેકરીની વાનગી, અન્ન
છે અનેકવિધ મનગમી, અન્ન ૧૫૬

જમો બિસ્કિટ છે કાજુના૭૭૭ , અન્ન
વળી કેસરના૭૭૮ કોકોના૭૭૯ , અન્ન

બિસ્કિટ છે કોપરાના૭૮૦ , અન્ન
જમો પ્યારા આ અખરોટના૭૮૧ , અન્ન ૧૫૭

પ્યારા પીનટના૭૮૨ બટરના૭૮૩ , અન્ન
બોરબોન૭૮૪ તથા બદામના૭૮૫ , અન્ન

ક્રીમ બિસ્કિટ૭૮૬ જીરા બિસ્કિટ૭૮૭ , અન્ન
વાલા જમો વેફર બિસ્કિટ૭૮૮ , અન્ન ૧૫૮

જમો છે ડ્રાયફ્રૂટ કુકિઝ૭૮૯ , અન્ન
કેસર-બદામ-પિસ્તા કુકિઝ૭૯૦ , અન્ન

જમો ચોકો ઓટ્સ કુકિઝ૭૯૧ , અન્ન
વળી કાજુ-હની કુકિઝ૭૯૨ , અન્ન ૧૫૯

જમો કોકોનટ કુકિઝ૭૯૩ , અન્ન
રૂડી હની ઓટ્સ કુકિઝ૭૯૪ , અન્ન

શીંગ-રાજગરા કુકિઝ૭૯૫ , અન્ન
વાલા ચોકલેટ ચીપ કુકિઝ૭૯૬ , અન્ન ૧૬૦

ચોકોલેટ કુકિઝ૭૯૭ છે સાર, અન્ન
વાલા જમો ગ્રનોલા બાર૭૯૮ , અન્ન

જમો સુરતી નાનખટાઈ૭૯૯ , અન્ન
વળી બદામ નાનખટાઈ૮૦૦ , અન્ન ૧૬૧

વેનીલા નાનખટાઈ૮૦૧ , અન્ન
ઓરેંજ નાનખટાઈ૮૦૨ , અન્ન

પાઇનેપલ નાનખટાઈ૮૦૩ , અન્ન
છે ચોકલેટ નાનખટાઈ૮૦૪ , અન્ન ૧૬૨

પિસ્તાની નાનખટાઈ૮૦૫ , અન્ન
એવી અનેક જમો મુજ રાય, અન્ન

કાજુપૂરી૮૦૬ ને બદામપૂરી૮૦૭ , અન્ન
જમો કાજુ-પિસ્તાપૂરી૮૦૮ , અન્ન ૧૬૩

મેંગો કેક૮૦૯ ચોકલેટ કેક૮૧૦ , અન્ન
જમો પાઇનેપલની કેક૮૧૧ , અન્ન

કેરટ કેક૮૧૨ સ્ટ્રોબેરી કેક૮૧૩ , અન્ન
વળી બ્લેક ફોરેસ્ટ કેક૮૧૪ , અન્ન ૧૬૪

મીલ્ક કેક૮૧૫ બિસ્કિટ કેક૮૧૬ , અન્ન
કપ કેક૮૧૭ ને પેસ્ટ્રી કેક૮૧૮ , અન્ન

ચીઝ કેક૮૧૯ જામફળ કેક૮૨૦ , અન્ન
પેન કેક૮૨૧ ને પાઉન્ડ કેક૮૨૨ , અન્ન ૧૬૫

ફનલ કેક૮૨૩ આઇસક્રીમ કેક૮૨૪ , અન્ન
જમો રેડ વેલ્વેટ કેક૮૨૫ , અન્ન

જમો સ્ટ્રોબેરી શોર્ટ કેક૮૨૬ , અન્ન
આવી કેક જમોને અનેક, અન્ન ૧૬૬

એપલ પાઈ૮૨૭ પમ્પકીન પાઈ૮૨૮ , અન્ન
તમે હેતે જમો મારા રાય, અન્ન

ઘઉં ટોસ્ટ૮૨૯ ને જીરા ટોસ્ટ૮૩૦ , અન્ન
ફ્રૂટ ટોસ્ટ૮૩૧ ને મિલ્ક ટોસ્ટ૮૩૨ , અન્ન ૧૬૭

કેક રસ્ક૮૩૩ માવા ટોસ્ટ૮૩૪ , અન્ન
ફ્રેંચ ટોસ્ટ૮૩૫ ટૂટીફ્રૂટી ટોસ્ટ૮૩૬ , અન્ન

જમો છે આવકાડો ટોસ્ટ૮૩૭ , અન્ન
સારા ચીલી ચીઝ ટોસ્ટ૮૩૮ , અન્ન ૧૬૮

જીરા ખારી૮૩૯ બટર ખારી૮૪૦ , અન્ન
મેથી ખારી૮૪૧ મસાલા ખારી૮૪૨ , અન્ન

ચીઝ ખારી૮૪૩ છે બહુ ન્યારી, અન્ન
પ્રભુ લાગશે તમને પ્યારી, અન્ન ૧૬૯

પાઇનેપલના ક્રિમરોલ૮૪૪ , અન્ન
વેનીલા૮૪૫ સ્ટ્રોબેરી રોલ૮૪૬ , અન્ન

જમો ચોકલેટ ક્રિમરોલ૮૪૭ , અન્ન
છે બટરસ્કોચ ક્રિમરોલ૮૪૮ , અન્ન ૧૭૦

ચૂરોઝ૮૪૯ ઓરેંજ ક્રિમરોલ૮૫૦ , અન્ન
સિનેમન૮૫૧ ને ક્રોસન્ટ રોલ૮૫૨ , અન્ન

જમો મસાલા બન૮૫૩ મફીન૮૫૪ , અન્ન
ડોનટ૮૫૫ બેગલ૮૫૬ મંચકીન૮૫૭ , અન્ન ૧૭૧

પીનટ બટર જેલી સેન્ડવીચ૮૫૮ , અન્ન
વચ્ચે જેલી ભરી છે ગીચ, અન્ન

જમો એપલ ક્રિસ્પ૮૫૯ વફલ૮૬૦ , અન્ન
જમો મસ્કાબન૮૬૧ નવલ, અન્ન ૧૭૨

તિરામીસુ૮૬૨ ને ડ્રીમબાર૮૬૩ , અન્ન
બકલાવા૮૬૪ જમો કરી પ્યાર, અન્ન

કેરેમલ ફજ૮૬૫ ને બ્રાઉની૮૬૬ , અન્ન
ભાવના છે ભક્ત સહુની, અન્ન ૧૭૩

બ્રુશેટા૮૬૭ વેનીલા પુડીંગ૮૬૮ , અન્ન
કુલ વીપ૮૬૯ ચોકલેટ પુડીંગ૮૭૦ , અન્ન

હરિ જમો ટૂટીફ્રૂટી બ્રેડ૮૭૧ , અન્ન
સારી બની બનાના બ્રેડ૮૭૨ , અન્ન ૧૭૪

ચોકલેટ ફોન્ડુ૮૭૩ છે ન્યારા, અન્ન
જમો વિધવિધ આઇટમ પ્યારા, અન્ન

ચોકલેટ૮૭૪ છે બહુ પ્રકાર, અન્ન
અતિ હેતે કરો આહાર, અન્ન ૧૭૫

જામ

તમે વિધવિધ જમો જામ, અન્ન
મારા ઇષ્ટદેવ ઘનશ્યામ, અન્ન

મેંગો જામ૮૭૫ ને એપલ જામ૮૭૬ , અન્ન
જમો મિક્સ ફ્રૂટનો જામ૮૭૭ , અન્ન ૧૭૬

પીચ જામ૮૭૮ ને ગ્વાવા જામ૮૭૯ , અન્ન
આરોગો ઓરેન્જ જામ૮૮૦ , અન્ન

જમો પાઇનેપલનો જામ૮૮૧ , અન્ન
સ્નેહે જમો સ્ટ્રોબેરી જામ૮૮૨ , અન્ન ૧૭૭

અમે બનાવી લાવ્યા ખાસ, અન્ન
આરોગ્યદ ચ્યવનપ્રાસ૮૮૩ , અન્ન

ફ્રૂટ

રૂડાં ફ્રૂટ તાજાં રસાળ, અન્ન
તમે જમોને મારા દયાળ, અન્ન ૧૭૮

ચીકુ૮૮૪ કેરી૮૮૫ લીલી દ્રાક્ષ૮૮૬ , અન્ન
કેળાં સોનેરી૮૮૭ કાળી દ્રાક્ષ૮૮૮ , અન્ન

ગલેલી૮૮૯ ને ગોરસઆંબલી૮૯૦ , અન્ન
તૂરી ગળી ને વળી ભલી, અન્ન ૧૭૯

જામફળ૮૯૧ દાડમ૮૯૨ ને ચેરી૮૯૩ , અન્ન
પેર૮૯૪ પપૈયાં૮૯૫ સ્ટ્રોબેરી૮૯૬ , અન્ન

સાકરટેટી૮૯૭ ને નારંગી૮૯૮ , અન્ન
નાસપતી૮૯૯ ને મોસંબી૯૦૦ , અન્ન ૧૮૦

તરબૂચ૯૦૧ ને સીતાફળ૯૦૨ , અન્ન
કીવી૯૦૩ સંતરાં૯૦૪ ને રામફળ૯૦૫ , અન્ન

ચણીબોર૯૦૬ એપલબોર૯૦૭ , અન્ન
કાશીબોર૯૦૮ ગોલાબોર૯૦૯ , અન્ન ૧૮૧

લીલા નાળિયેર૯૧૦ લાલ ખારેક૯૧૧ , અન્ન
ખલેલાં૯૧૨ ને પીળી ખારેક૯૧૩ , અન્ન

જમો શેરડી૯૧૪ સફરજન૯૧૫ , અન્ન
ગળી આંબલી૯૧૬ પર્શીમન૯૧૭ , અન્ન ૧૮૨

કોઠાં૯૧૮ લીચી૯૧૯ અન્નાનસ૯૨૦ , અન્ન
જાંબુ૯૨૧ શિંગોડાં૯૨૨ ફણસ૯૨૩ , અન્ન

બીજોરાં૯૨૪ લીલી બદામ૯૨૫ , અન્ન
ડ્રેગન૯૨૬ ફ્રૂટ જમો શ્યામ, અન્ન ૧૮૩

પીચ૯૨૭ રાયણ૯૨૮ રૂડા આલુ૯૨૯ , અન્ન
ગૂંદાં૯૩૦ કટગૂંદી૯૩૧ જરદાલુ૯૩૨ , અન્ન

લીલા અંજીર૯૩૩ કોઠીંબાં૯૩૪ શેતૂર૯૩૫ , અન્ન
જમો ચીભડાં૯૩૬ આરિયાં૯૩૭ મધુર, અન્ન ૧૮૪

જમો કમરખ૯૩૮ ખટુમડા૯૩૯ , અન્ન
ટીંબરું૯૪૦ કરમદાં૯૪૧ અવાકડાં૯૪૨ , અન્ન

ચકોતરાં૯૪૩ ઓલિવ૯૪૪ પ્યારાં, અન્ન
ફ્રૂટ ફાલસા૯૪૫ છે બહુ સારાં, અન્ન ૧૮૫

ક્રેનબેરી૯૪૬ ને બ્લૂબેરી૯૪૭ , અન્ન
બ્લેકબેરી૯૪૮ ને રાસબેરી૯૪૯ , અન્ન

છાશ૯૫૦ દહીં૯૫૧ કઢિયેલ દૂધ૯૫૨ , અન્ન
ઓર્ગેનિક છે બહુ શુદ્ધ, અન્ન ૧૮૬

હવે ચળું કરો અવતારી, અન્ન
હું લાવી છું જળઝારી, અન્ન

હેતે કર ધોવરાવું નાથ, અન્ન
મુખ લૂછું ને લૂછું હાથ, અન્ન ૧૮૭

સળી સોનાની લઈ હાથ, અન્ન
દંત શુદ્ધિ કરોને નાથ, અન્ન

આવો સોફે બિરાજો સ્વામી, અન્ન
તમે અનંત ધામના ધામી, અન્ન ૧૮૮

જ્યૂસ

રૂડાં અનેક પ્રકારનાં જ્યૂસ, અન્ન
પિયુ પીજો થઈને ખુશ, અન્ન

જ્યૂસ ઓરેંજ૯૫૩ તરબૂચ જ્યૂસ૯૫૪ , અન્ન
પીવો પાઇનેપલનું જ્યૂસ૯૫૫ , અન્ન ૧૮૯

એપલ જ્યૂસ૯૫૬ દાડમ જ્યૂસ૯૫૭ , અન્ન
પીવો ગંગા-જમુના જ્યૂસ૯૫૮ , અન્ન

લીચીનું૯૫૯ દ્રાક્ષનું જ્યૂસ૯૬૦ , અન્ન
ખાટું મીઠું મોસંબી જ્યૂસ૯૬૧ , અન્ન ૧૯૦

લેમોનેડ૯૬૨ ને જાંબુ જ્યૂસ૯૬૩ , અન્ન
વાલા પીઓ ને થાઓ ખુશ, અન્ન

શેક

સ્મૂધી૯૬૪ હોટ ચોકલેટ૯૬૫ સારી, અન્ન
તમે પીઓને હે અવતારી, અન્ન ૧૯૧

વાલા વિવિધ પીઓ શેક, અન્ન
પિનાકોલાડા૯૬૬ મેંગો શેક૯૬૭ , અન્ન

ચીકુ શેક૯૬૮ ચોકલેટ શેક૯૬૯ , અન્ન
ફાલુદા૯૭૦ કાજુ-અંજીર શેક૯૭૧ , અન્ન ૧૯૨

પાઇનેપલ૯૭૨ બદામ શેક૯૭૩ , અન્ન
એપલ શેક૯૭૪ બનાના શેક૯૭૫ , અન્ન

પીઓ કેસર-એલચી શેક૯૭૬ , અન્ન
સારજા શેક૯૭૭ ગુલકંદ શેક૯૭૮ , અન્ન ૧૯૩

મીઠી લસ્સી૯૭૯ ખારી લસ્સી૯૮૦ , અન્ન
પીઓ પાઇનેપલની લસ્સી૯૮૧ , અન્ન

મેંગો લસ્સી૯૮૨ લસ્સી સ્ટ્રોબેરી૯૮૩ , અન્ન
કોલ્ડ કોકો૯૮૪ પીઓ લહેરી, અન્ન ૧૯૪

પ્રવાહી

કાચી કેરીનો બાફલો૯૮૫ , અન્ન
પીવા જેવો છે અતિ ભલો, અન્ન

પીઓ સીકંજી૯૮૬ ગોળનું પાણી૯૮૭ , અન્ન
વળી તાજું તરોપાનું પાણી૯૮૮ , અન્ન ૧૯૫

પીઓ સાકરનું ઠંડું પાણી૯૮૯ , અન્ન
કર્યું અતિશે પ્રેમ આણી, અન્ન

લીંબુ શરબત૯૯૦ કોકમ શરબત૯૯૧ , અન્ન
ટાઢું વરિયાળીનું શરબત૯૯૨ , અન્ન ૧૯૬

પીઓ જલઝીરા શરબત૯૯૩ , અન્ન
શેરડી૯૯૪ રસ બીલાં શરબત૯૯૫ , અન્ન

તકમરિયાં શરબત૯૯૬ નાથ, અન્ન
હેતે પીજો કહું જોડી હાથ, અન્ન ૧૯૭

આઇસક્રીમ-કોન-કેન્ડી

લાવ્યા આઇસક્રીમ અનેક પ્રકાર, અન્ન
તમે જમોને ભક્તિકુમાર, અન્ન

કેસર-ઇલાયચી આઇસક્રીમ૯૯૭ , અન્ન
બટરસ્કોચ૯૯૮ વેનીલા આઇસક્રીમ૯૯૯ , અન્ન ૧૯૮

કેસર-પિસ્તાનો આઇસક્રીમ૧૦૦૦ , અન્ન
કાજુ-દ્રાક્ષનો આઇસક્રીમ૧૦૦૧ , અન્ન

કાજુ-અંજીરનો આઇસક્રીમ૧૦૦૨ , અન્ન
કાજુ કસાટાનો આઇસક્રીમ૧૦૦૩ , અન્ન ૧૯૯

જમો રાજભોગ આઇસક્રીમ૧૦૦૪ , અન્ન
રૂડો ચોકો ચીપ્સ આઇસક્રીમ૧૦૦૫ , અન્ન

જમો ફ્રૂટ એન્ડ નટ આઇસક્રીમ૧૦૦૬ , અન્ન
છે બ્લેક કરંટ આઇસક્રીમ૧૦૦૭ , અન્ન ૨૦૦

સન્ડે ખટા-મીઠા મેંગો૧૦૦૮ , અન્ન
ટૂટીફ્રૂટી૧૦૦૯ ને આઇસક્રીમ મેંગો૧૦૧૦ , અન્ન

તવા૧૦૧૧ વરિયાળી આઇસક્રીમ૧૦૧૨ , અન્ન
ગ્રીન કોકોનટ આઇસક્રીમ૧૦૧૩ , અન્ન ૨૦૧

પાનમસાલા આઇસક્રીમ૧૦૧૪ , અન્ન
માવા મલાઈ આઇસક્રીમ૧૦૧૫ , અન્ન

વળી જાંબુ આઇસક્રીમ૧૦૧૬ સારો, અન્ન
સ્ટ્રોબેરી આઇસક્રીમ૧૦૧૭ ન્યારો, અન્ન ૨૦૨

સીતાફળ આઇસક્રીમ૧૦૧૮ અનુપ, અન્ન
ભાવે જમો હરિ રસરૂપ, અન્ન

અફઘાન મેવો આઇસક્રીમ૧૦૧૯ , અન્ન
પાઇનેપલનો આઇસક્રીમ૧૦૨૦ , અન્ન ૨૦૩

યોગર્ટ પરફે૧૦૨૧ બહુ સારા, અન્ન
એ આદિક આઇસક્રીમ ન્યારા, અન્ન

તમે કોન જમો અળવીલા, અન્ન
ચોકો ક્રંચ૧૦૨૨ ચોકો વેનીલા૧૦૨૩ , અન્ન ૨૦૪

બદામ-પિસ્તા૧૦૨૪ ટુ ઇન વન૧૦૨૫ , અન્ન
અતિ હેતે જમોને જીવન, અન્ન

જમો કનોલી કોન૧૦૨૬ પ્યારા, અન્ન
જમો ન્યુટેલા પોપ૧૦૨૭ ન્યારા, અન્ન ૨૦૫

કેન્ડી૧૦૨૮ જમોને મારા પ્યાર, અન્ન
મેંગો ડોલી૧૦૨૯ ને ચોકોબાર૧૦૩૦ , અન્ન

રાસબેરી૧૦૩૧ ડોલી ફ્રોસ્ટીક૧૦૩૨ , અન્ન
નહિ નડે તજોને બીક, અન્ન ૨૦૬

ચોકો ટ્રફલ૧૦૩૩ માવા મલાઈ૧૦૩૪ , અન્ન
માટલા કુલ્ફી૧૦૩૫ પિસ્તા મલાઈ૧૦૩૬ , અન્ન

જમો ઠંડી ફાલુદા કુલ્ફી૧૦૩૭ , અન્ન
આઇસક્રીમ ગોલા૧૦૩૮ રાજભોગ કુલ્ફી૧૦૩૯ , અન્ન ૨૦૭

આઇસ ગોલા૧૦૪૦ ડ્રાયફ્રૂટ ગોલા૧૦૪૧ , અન્ન
પેપ્સી૧૦૪૨ માવા મલાઈ ગોલા૧૦૪૩ , અન્ન

સૂકોમેવો

સૂકોમેવો જમો મારા માવ, અન્ન
સંતો-ભક્તોનો છે ભાવ, અન્ન ૨૦૮

કાજુ રોસ્ટેડ૧૦૪૪ કાજુ૧૦૪૫ બદામ૧૦૪૬ , અન્ન
ખારા પિસ્તા૧૦૪૭ રોસ્ટેડ બદામ૧૦૪૮ , અન્ન

મોળા પિસ્તા૧૦૪૯ અંજીર૧૦૫૦ આલુ૧૦૫૧ , અન્ન
જમો ખારેક૧૦૫૨ ખજૂર૧૦૫૩ દયાળુ, અન્ન ૨૦૯

જમો ટોપરા૧૦૫૪ કાળી દ્રાક્ષ૧૦૫૫ , અન્ન
અખરોટ૧૦૫૬ ને નીલવા દ્રાક્ષ૧૦૫૭ , અન્ન

કોરડ

સાકર૧૦૫૮ પતાસા૧૦૫૯ ને શીંગ૧૦૬૦ અન્ન
સાકરિયા૧૦૬૧ ને ખારીશીંગ૧૦૬૨ , અન્ન ૨૧૦

જમો રેવડી૧૦૬૩ ખારા વટાણા૧૦૬૪ , અન્ન
ખારા ચણા૧૦૬૫ ને મોળા વટાણા૧૦૬૬ , અન્ન

મોળા ચણા૧૦૬૭ મસાલા શીંગ૧૦૬૮ , અન્ન
બાફેલી૧૦૬૯ ને ઓળા શીંગ૧૦૭૦ , અન્ન ૨૧૧

કાજુકળિયા૧૦૭૧ હારડા૧૦૭૨ સારા, અન્ન
એવું વિધવિધ જમોને પ્યારા, અન્ન

સોડા

સાદી સોડા૧૦૭૩ મસાલા સોડા૧૦૭૪ , અન્ન
લીંબુ સોડા૧૦૭૫ મોકટેલ સોડા૧૦૭૬ , અન્ન ૨૧૨

જીરા સોડા૧૦૭૭ ઓરેંજ સોડા૧૦૭૮ , અન્ન
લીચી લેમન૧૦૭૯ ફુદીના સોડા૧૦૮૦ , અન્ન

જીંજર સોડા૧૦૮૧ મોસંબી સોડા૧૦૮૨ , અન્ન
પીઓ ઘાટા-મેંગો સોડા૧૦૮૩ , અન્ન ૨૧૩

ઘાટા-પાઇનેપલ સોડા૧૦૮૪ , અન્ન
પીઓ એ આદિ બહુ સોડા, અન્ન

મુખવાસ

જમો મુખવાસ અનેક દયાળ, અન્ન
સોપારી૧૦૮૫ તથા ધાણાદાળ૧૦૮૬ , અન્ન ૨૧૪

ગુલકંદ કાથો ચૂનો સારા, અન્ન
સલ્લી ટૂટીફ્રૂટી પાન૧૦૮૭ પ્યારા, અન્ન

લીલી૧૦૮૮ સૂકી૧૦૮૯ છે વરિયાળી, અન્ન
બદામ મસાલાવાળી૧૦૯૦ , અન્ન ૨૧૫

લવિંગ૧૦૯૧ ખારેક૧૦૯૨ એલચી દાણા૧૦૯૩ , અન્ન
મગજતરી૧૦૯૪ ને સુવાદાણા૧૦૯૫ , અન્ન

કેરી ગોટલી છે બહુ સારી, અન્ન
જમો શેકેલી૧૦૯૬ તળેલી૧૦૯૭ પ્યારી, અન્ન ૨૧૬

ઇજમેટ ફૂલ૧૦૯૮ ગળ્યાં આંબળાં૧૦૯૯ , અન્ન
અળસી૧૧૦૦ ને ખારાં આંબળાં૧૧૦૧ , અન્ન

કમળકાકડી૧૧૦૨ છે તલ૧૧૦૩ વાલા, અન્ન
જમો કાજુ મસાલાવાળા૧૧૦૪ , અન્ન ૨૧૭

જીરાગોળી૧૧૦૫ દ્રાક્ષાદિવટી૧૧૦૬ , અન્ન
ડ્રાય ક્રેનબેરી૧૧૦૭ અદરકવટી૧૧૦૮ , અન્ન

જમો હાજમાગોળી૧૧૦૯ મુજ હાથ, અન્ન
વળી મસાલા ગોટલી૧૧૧૦ નાથ, અન્ન ૨૧૮

જમો અજમો૧૧૧૧ પાચનકારી, અન્ન
જમ્યા મુખવાસ અનેક પ્રકારી, અન્ન

સંતો-ભક્તો કરે દર્શન, સંતપ્રિય શ્રીહરિજી

આવ્યા પૂજા કરવા જન, સંતપ્રિય શ્રીહરિજી

બહુ ભાવે પૂજ્યા મહારાજ, સંત₀ પછી પૂજ્યો સંતસમાજ, સંત₀

સહુએ પ્રાર્થના કરી હે નાથ, સંત₀ પીરસો સંતોને તમારે હાથ, સંત₀ ૨૨૦

તમે સર્વોપરી ભગવંત, સંત₀ તમને અતિ વ્હાલા છે સંત₀, સંત₀

તેને આગ્રહ કરીને જમાડો, સંત₀ અતિ આનંદ સહુને પમાડો, સંત₀ ૨૨૧

રાજી કરીને સંતસમાજ, સંત₀ હવે આરામ કરો મહારાજ, સંત₀

રૂડો ઢોલિયો ઢાળ્યો સુરીતે, સંત₀ તેને મુજ દિલ જાણી પ્રીતે, સંત₀ ૨૨૨

એમાં પોઢોને મારા માવ, સંત₀ પ્રેમે ચાંપું તમારા પાવ, સંત₀

બ્રહ્મચારી ઢોળે પવન, સંત₀ પ્રેમે પોઢ્યા પ્રાણજીવન, સંત₀ ૨૨૩

ગાયો અન્નકૂટ ‘જ્ઞાનજીવન’, સંત₀ કોઈ ગાશે સુણશે જન, સંત₀

તેની ઉપર સંતસમાજ, સંત₀ બહુ રાજી થશે મહારાજ, સંત₀ ૨૨૪

તેને હરિમાં વધશે પ્રીત, સંત₀ વળી જગમાં થાશે જીત, સંત₀

તેની સર્વે વાસના ટળશે, સંત₀ વાસ અક્ષરધામમાં મળશે, સંત₀ ૨૨૫

ઇતિ સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ચરણકમળ સેવક
સ્વામી જ્ઞાનજીવનદાસ વિરચિત અન્નકૂટ થાળ સમાપ્ત:

Loading player...

image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image
image