Vachnamrut Dwishatabdi Mahotsav - Gadhpurdham

October 27, 2022

બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામીના) એટલે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટેનું ઉદગમસ્થાન કહી શકાય. સંપ્રદાય ની સ્થાપના અને શિક્ષાપત્રી તથા વચનામૃત જેવા જીવન ઉપયોગી ગ્રંથો ની રચનાઓના મોટાભાગના પ્રકરણો પણ ગઢડાના આંગણેજ લખાયા છે.

ગઢપુરધામ એટલે "વચનામૃતની પ્રાગટ્ય અને પૂર્ણાહુતિની ભૂમિ" - વિ.સં. ૧૮૭૭ નાં માગશર સુદ ચતુર્થી થી વિ.સં. ૧૮૮૬ અષાઢ વદ દશમ સુધી એટલે કે ૧૦ વર્ષના સમયગાળામાં શ્રીજીમહારાજે સ્વમુખે વચનામૃતો કહ્યા છે. ત્યારે વચનામૃત પ્રાગટ્યને ર૦૦ વર્ષ પૂર્ણ થતા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ગઢપુર મંદિર મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ તથા સમસ્ત સંતો ભક્તોના સહયોગથી આગામી ભાઈબીજ તા. ર૭-૧૦-૨૦૨ર થી તા. ૦૪-૧૧-૨૦૨૨. દરમિયાન ગઢપુરધામને આંગણે ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિ દિવ્ય "વચનામૃત દ્વિશતાબ્દિ મહામહોત્સવ" યોજાશે. આ મહોત્સવમાં સંપ્રદાયના વિદ્વાન સંતો વ્યાસાસને બિરાજી સંગીતની સુરાવલી સાથે વચનામૃત કથામૃતનું રસપાન કરાવશે.